રાજકોટના ડેપ્યુટી સીટીઆઈ કિરણભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે ચેકિંગની કામગીરી દરમિયાન મે પોતે 2022માં 1 કરોડથી વધારેનું અર્નિંગ કર્યું છે.આ સાથે જ નાણાકિય વર્ષ એપ્રિલ-2022થી માર્ચ-2023 સુધીમાં 1 કરોડથી વધારેની રિકવરી કરી છે.
Mustufa Lakdawala, Rajkot: રેલવેની મુસાફરી દરમિયાન ઘણા એવા પણ લોકો હોય છે કે જેઓ ટિકિટ વગર પણ મુસાફરી કરે છે અને તેમને દંડ કરવામાં આવે છે.રાજકોટ સર્કલના ટીટીઈ કે.ડી ઓઝાએ ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરો પાસેથી નાણાકીય વર્ષ 2022-23માં 1 કરોડથી વધારેની રકમ વસૂલ કરી છે. સમગ્ર પશ્ચિમ રેલવેમાં રાજકોટ ડિવિઝનનાં આ ટીટીઈએ પહેલુ સ્થાન મેળવ્યું છે.
રાજકોટના ડેપ્યુટી સીટીઆઈ કિરણભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે ચેકિંગની કામગીરી દરમિયાન મે પોતે 2022માં 1 કરોડથી વધારેનું અર્નિંગ કર્યું છે.આ સાથે જ નાણાકિય વર્ષ એપ્રિલ-2022થી માર્ચ-2023 સુધીમાં 1 કરોડથી વધારેની રિકવરી કરી છે.
ઉત્તર ભારત તરફ જતી ગાડીમાં ટિકિટ ન લીધી હોય એવા પેસેન્જર્સ વધારે જોવા મળે છે. કારણ કે, કોરોના પછી જ્યારે ટ્રેન શરૂ થઈ ત્યારે કરન્ટ ટિકિટ બંધ કરવામાં આવી હતી.
જેથી ભીડભાડ ન થાય.પરંતુ આ દરમિયાન ઉત્તર ભારતના શ્રમિક લોકો કે જે જામનગર, ખંભાળિયા, રાજકોટ અને મોરબીમાં વધારે પ્રમાણમાં છે. ત્યારે આ લોકો પોતાના વતન સુખ દુખના કામે બારેય મહિના જતા હોય છે.
એવામાં જ્યારે આ લોકોને કરન્ટ ટિકિટ નહોતી મળતી એટલે તેઓ ટિકિટ વગરે બેસી જતા હતા.જેથી ચેકિંગ દરમિયાન આ લોકોને પેનલ્ટી આપવામાં આવતી હતી.અને તેઓ આ પેનલ્ટી ભરી પણ દેતા હતા.જુન પછી કરન્ટ ટિકિટ શરૂ થઈ પણ તેઓ ટિકિટ લેતા ન હતા.
અગાઉની જેમ જ તેઓ ટિકિટ લીધા વગર જ બેસી જતા હતા જેના કારણે તેને પેનલ્ટી ભરવી પડે છે.હાલની તારીખમાં તેઓ ટિકિટ વગર જ બેસે છે અને તેઓ ટ્રેનમાં જ જ્યારે ટીસી આવે ત્યારે ટિકિટ બનાવવાનો આગ્રહ રાખે છે.ઘણી વખત તેઓ મફતમાં પણ પોતાના ડેસ્ટિનેશન સુધી પહોંચી જાય છે.
દંડની કાર્યવાહીમાં શું કરવામાં આવે છે?
દંડની કાર્યવાહીમાં એ સમયે તેને જે સ્થળ પર જવું હોય ત્યાં સુધીની ટિકિટ આપવામાં આવે છે અને તેને વધારાની 250 રૂપિયાની પેનલ્ટી આપવામાં આવે છે.જો તે પેનલ્ટી ભરવાની ના પાડે તો ભારતીય રેલવેના એક્ટ મુજબ તેને 137,38 મુજબ તેને સજા કરવામાં આવે છે.