Home /News /rajkot /Rajkot: જેલમાં આરોપીની તબિયત બગડે તો શું કરવું? પોલીસને અપાઇ આ ખાસ તાલીમ!

Rajkot: જેલમાં આરોપીની તબિયત બગડે તો શું કરવું? પોલીસને અપાઇ આ ખાસ તાલીમ!

X
જેલમાં

જેલમાં આરોપીની તબિયત બગડે તો શું કરવું તેના માટે પોલીસને અપાઈ ટ્રેનિંગ

આરોપીને પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક શું પગલાં લેવા તે અંગે તબીબો એ બી ડિવિઝન પોલીસ મથક ખાતે માહિતી આપી હતી.આ તાલિમ દરમિયાન શહેરના પોલીસ મથકનાં પીઆઇ , PSI સહિત અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.

    Mustufa Lakdawala,Rajkot : ઘણી વખત કસ્ટોડિયલ ડેથના બનાવ સામે આવતા હોય છે.જેના કારણે પરિવારના લોકો પોલીસ પર આક્ષેપ કરે છે અને મામલો વધુ ગરમાઈ છે.ત્યારે લોકઅપમાં જ જો આરોપીની તબિયત બગડે તો શું કરવું તે માટે તબીબો દ્વારા શહેર પોલીસને ટ્રેનિંગ આપવામાં આવી હતી.

    તાજેતરમાં જ કુવાડવા પોલીસ મથક ખાતે કસ્ટોડિયલ ડેથનો બનાવ સામે આવ્યો હતો. જેથી આવા બનાવો બનતા અટકાવી શકાય તે માટે શહેર પોલીસને તાલિકમ આપવામાં આવી હતી.જેથી કોઈ પણ કેદીને પ્રાથમિક સારવાર તાત્કાલિક મળી શકે.

    અહીં ક્લિક કરીને વાંચો,... અમદાવાદનો કિસ્સો: 'તને પૈસા આપું પણ તારે મારી સાથે શરીર સંબંધ બાંધવો પડશે'

    પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી સાથે હાર્ટ એટેક જેવી પરિસ્થિતિ ઉભી તો પોલીસને શું કરવું જોઈએ તેની તાલીમ આપવામાં આવી હતી.તમને જણાવી દયે કે તબીબોએ પોલીસ અધિકારીઓ કર્મચારીઓને CRP કેમ આપવું તેનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરી સમજૂતી આપી હતી.

    આરોપીને પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક શું પગલાં લેવા તે અંગે તબીબો એ બી ડિવિઝન પોલીસ મથક ખાતે માહિતી આપી હતી.આ તાલિમ દરમિયાન શહેરના પોલીસ મથકનાં પીઆઇ , PSI સહિત અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.



    આમ કોઈ પણ કેદીને હાર્ટ એટેક આવે અથવા તો કોઈ પણ તબિબિ સમસ્યા ઉભી થાય તો તેના માટે પ્રાથમિક સારવાર થઈ શકે તે હેતુથી આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતુ.
    First published:

    Tags: Local 18, તાલીમ, પોલીસ, રાજકોટ