બિગ બજાર પાસે ટ્રાફિક વોર્ડન જાહેરમાં ચેનચાડા કરતા કેમેરામાં કેદ!
આ વીડિયો રાજકોટના બિગ બજાર પાસેનો છે. જેમાં ટ્રાફિક વોર્ડન જાહેરમાં ચેનચાળા કરતા હોવાનું જોઈ શકાઈ છે. આ વીડિયો ત્યાંથી પસાર થતાં કોઈ રાહદારીએ પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો.
Mustufa Lakdawala,Rajkot : સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં કોઈપણ ઘટના ફટાફટ વાઈરલ થઈ જાય છે.આ પ્લેટફોર્મ એવુ છે કે જ્યાં કોઈ પણ વ્યક્તિ રાતોરાત સ્ટાર પણ બની જાય છે. અને કોઈ વ્યક્તિ લોકોની નજરમાંથી પણ પડી જાય છે. ત્યારે રાજકોટમાંથી એક એવો વીડિયો સામે આવ્યો છે.જે હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
રાજકોટમાં હાલમાં એક પ્રેમી યુગલનો વીડિયો વાઈરલ થયો છે.જેમાં આ બંને પ્રેમી પંખીડા જાહેરમાં ચેનચાળા કરતા હોવાનું સામેઆવ્યું છે. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો પણ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
મળતી માહિતી અનુસાર આ વીડિયો રાજકોટના બિગ બજાર પાસેનો છે. જેમાં ટ્રાફિક વોર્ડન જાહેરમાં ચેનચાળા કરતા હોવાનું જોઈ શકાઈ છે. આ વીડિયો ત્યાંથી પસાર થતાં કોઈ રાહદારીએ પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો. જે હવે સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
તમને જણાવી દયે કે ઘણી વખત ટ્રાફિક વોર્ડનના આવા વીડિયો સોશિયલ મીડિયામાં આવે છે અને વાઈરલ પણ થાય છે. ત્યારેલોકોએ પણ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.મોટાભાગના લોકોએ આ ઘટનાને શરમજનક ઘટના ગણાવી હતી.