Home /News /rajkot /Rajkot: પશુઓને લમ્પી વાયરસમાંથી મુક્ત કરવા, જૈન ધર્મના તપીસ્વીઓ કરે છે ધર્મચક્ર તપ

Rajkot: પશુઓને લમ્પી વાયરસમાંથી મુક્ત કરવા, જૈન ધર્મના તપીસ્વીઓ કરે છે ધર્મચક્ર તપ

રાજકોટમાં

રાજકોટમાં પશુઓને લમ્પી વાયરસમાંથી મુક્ત કરવા જૈન ધર્મમાં તપીસ્વીઓ કરે છે

આ તપ આકરામાં આકરું હોય છે. આ તપ કરવા પાછળનો હેતું એટલો છે કે, હાલ ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસ (Lumpy virus) ચાલી રહ્યો છે. તેમાંથી પશુઓને ભગવાન મુક્ત કરે તેવો છે

  Mustufa Lakdawala, Rajkot: હાલ જૈન ધર્મમાં પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે. આજે આ પર્વનો છેલ્લો દિવસ છે. ત્યારે જૈન ધર્મમાં તપસ્વીઓ (Jain ascetics) સૌથી આકરી તપસ્યા કરતા હોય છે. જેમાં રાજકોટમાં ભાવનાબેન વકાણી સહિત અનેક તપસ્વીઓએ ધર્મચક્ર તપ (Dharmachakra Tapa) રાખ્યું છે. જેનો આજે છેલ્લો દિવસ છે. આ તપ આકરામાં આકરું હોય છે. આ તપ કરવા પાછળનો હેતું એટલો છે કે, હાલ ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસ (Lumpy virus) ચાલી રહ્યો છે. તેમાંથી પશુઓને ભગવાન મુક્ત કરે તેવો છે.

  તમામ મહાસતીજીઓનો ખૂબ ખૂબ આભાર

  ભાવનાબેન વકાણીએ જણાવ્યું હતું કે, મારું ધર્મચક્ર તપ ચાલી રહ્યું છે, પરમ ગુરૂદેવની કૃપાથી મારું આ વ્રત ખૂબ જ સારી રીતે પૂર્ણ થવાના આરે છે. અત્યારે હું જે કઈ તપ કરું છું તેનું પુણ્ય અત્યારે ગાયોમાં જે લમ્પી વાયરસનો રોગ ચાલી રહ્યો છે તેવા પશુઓને અર્પણ કરું છું. નેમિનાથ વિતરાંગના સંઘની કૃપાથી મારું તપ ખૂબ જ સાતા પૂર્વક ચાલી રહ્યું છે. અહીં બિરાજતા તમામ મહાસતીજીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમના મારા પર ખૂબ ખૂબ આશીર્વાદ છે.

  આ પણ વાંચો:   વિશ્વ વિખ્યાત તરણેતરના મેળાનો પ્રારંભ, રાજકોટથી 140 એકસ્ટ્રા એસટી બસ દોડાવાશે, જાણો માહિતી

  તમામ પશુઓ જલ્દી સાજા થઈ જાય

  નેમિનાથ વિતરાંગના સંઘના ભરતભાઈ દોશી પ્રમુખ નેમીનાથ વીતરાગ અપ આશરો ગૌરવપૂર્વક આપને જણાવવા માગું છું કે, આ દરેક તપસ્વીઓ પર ડુંગરસિંહજી મહારાજ સાહેબે જ આ કૃપા વરસાવી હશે. રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવના આશીર્વાદથી આ તપસ્વીઓએ પોતાના તપનું મહત્વ સમજાવ્યું છે. તેઓએ જીવદયા અર્થે આ પોતાના તપની વાત કરી કે ભગવાન અમારા તપને એવી તાકાત આપજો કે અત્યારે સૌરાષ્ટ્રમાં જે રોગચાળો ચાલી રહ્યો છે ગાયો, ઢોરો, પક્ષીઓમાં. આ તપની ભગવાન અનુમોદના સાંભળજો કે આ તમામ જલ્દીમાં જલ્દી સાજા થાય. આ જીવદયા પ્રેમી તપસ્વીઓની પ્રાર્થના અને અમારી પણ પ્રાર્થના છે કે, આ તમામ પ્રાણીઓને ભયંકર રોગમાંથી મુક્ત કરાવજો.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Jain community, Rajkot News, Rajkot Samachar, જૈન સમાજ, રાજકોટ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन