Home /News /rajkot /Rajkot: ભુખ્યાને ભોજન મળે તે માટે આ યુવાનો કરી રહ્યા છે આવું કામ, હજારો કિ.મીની કરી સફર
Rajkot: ભુખ્યાને ભોજન મળે તે માટે આ યુવાનો કરી રહ્યા છે આવું કામ, હજારો કિ.મીની કરી સફર
સ્ટોપ ફુડ વેસ્ટની મુહિમ શરૂ કરાઇ
અન્નદાન મહાદાન છે.ભૂખ્યાનુ પેટ ભરવુ એ સૌથી સારૂ કામ છે.ખાવાનો બગાડ રોકવા અને જરૂરિયાતમંદોની ભુખ ઠારવા માટે બાઈકર્સ ફેન ક્લબના સભ્યોએ જાગૃતિ લાવવા માટે 3200 કિલોમીટરની બાઈક રાઈડ કરી છે.
Mustufa Lakdawala,Rajkot : કહેવાય છે કે, અન્નદાન મહાદાન છે.ભૂખ્યાનુ પેટ ભરવુ એ સૌથી પુણ્યનું કામ છે.આજની આ ભાગદોડ ભરેલી જીંદગીમાં કોઈ પાસે સમય નથીં અને બીજી બાજુ વધતી જતી મોંઘવારીએ માજા મુકી છે. દુનિયામાં ઘણા લોકો એવા પણ છે કે,તેને બે ટંક ખાવાના પણ ફાફા છે.લાખો જીંદગી રોડ પર ખાધા પીધા વગર સુઈ જાય છે. ત્યારે આ ભુખ્યા પેટને ઠારવા માટે બાઈકર્સ ફેન ક્લબ દ્વારા એક નવી મુહિમ શરૂ કરવામાં આવી છે. જેથી ફુડનો બગાડ ન થાય અને ભુખ્યાનું પેટ ઠરે.
3200 કિમી બાઈક રાઈડ કરી
ખાવાનો બગાડ રોકવા અને જરૂરિયાતમંદોની ભુખ ઠારવા માટે બાઈકર્સ ફેન ક્લબના સભ્યોએ જાગૃતિ લાવવા માટે 3200 કિલોમીટરની બાઈક રાઈડ કરી છે.આપણે સૌ જાણીએ છીએ કે અન્ન એ આપણી મૂળભૂત જરૂરિયાતોમાંની એક છે.
તેમ છતાં ભારતમાં લગભગ 25 કરોડ લોકો દરરોજ રાત્રે ભૂખ્યા સૂઈ જવા પર મજબૂર છે.બસ આ જ વિશે જાગૃતિ લાવવા માટે અને ભૂખ્યા લોકોને લોકો દ્વારા ટેકો મળી શકે તે ઉદ્દેશ્ય સાથે બાઈકર્સ ફેન ક્લબના તાહા ફક્કડ અને કૈઝાર જોડિયાવાલાએ ખોરાકનો બગાડ રોકવા અને ભૂખ્યા વ્યક્તિને ખોરાક આપવા અંગે જાગૃતિ ફેલાવવા માટે સ્ટોપ ફૂડ વેસ્ટની મુહિમ શરૂ કરી છે.
ક્યાં સુધી બાઈક રાઈડ કરી ?
આ મિશન ઝીરો હંગર ડ્રાઇવ માટે જાગૃતિ લાવવા માટે તેમને 23મી ઓક્ટોબરથી રાજકોટ-સ્ટેચ્યુ ઓફ યુનિટી (ગુજરાત), બુરહાનપુર (મ.પ્ર), ધુલે (મહારાષ્ટ્ર), ઔરંગાબાદ, દોંગામ, અહેમદનગર, પુણે, મુંબઈ, નાસિક, સુરતથી- અમદાવાદ સુધીની 3200 કિલોમીટરની બાઇક રાઇડ પર ગયા હતાં.
સાત દિવસે રાજકોટ પરત આવ્યા
આ બંનેએ 7 દિવસની બાઈક પર મુસાફરી કરી બંને 30મી ઓક્ટોબરે તેઓનું મિશન સફળતાપૂર્વક પૂર્ણ કરી રાજકોટ પરત થયા હતાં.
તેઓના આ સફર દરમિયાન તેઓ અનેકો સ્વયંસેવકોને મળ્યા અને ઝીરો હંગર ડ્રાઇવના તેઓના વિચાર વિશે ચર્ચાઓ કરી હતી.આ બંનેનું કહેવુ છે કે ઘર, ઓફિસ, પાર્ટી, ઈવેન્ટ્સ અને હોટલમાં વધેલુ ભોજન આપણે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. જેથી ભુખ્યાનું પેટ ભરાઈ.