Home /News /rajkot /Rajkot News: રાજકોટમાં પૂર્વ પ્રેમિકાના પરિવારજનોના ત્રાસથી કંટાળીને યુવકનો આપઘાત, ઘરમાં તપાસ કરતા સ્ચૂસાઇડ નોટ મળી

Rajkot News: રાજકોટમાં પૂર્વ પ્રેમિકાના પરિવારજનોના ત્રાસથી કંટાળીને યુવકનો આપઘાત, ઘરમાં તપાસ કરતા સ્ચૂસાઇડ નોટ મળી

પૂર્વ પ્રેમિકાના પરિવારજનાના ત્રાસથી કંટાળીને યુવકે ઝેરી દવા પીને આપઘાત કર્યો

Rajkot News: રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ પ્રેમિકાના પરિવારજનોનો ત્રાસથી પૂર્વ પ્રેમીએ આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ પ્રેમિકાના પરિવારજનોનો ત્રાસથી પૂર્વ પ્રેમીએ આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા રાજેશભાઈ પરમાર નામની વ્યક્તિએ બપોરે 2:30 વાગ્યાના અરસામાં શાકભાજીમાં છાંટવામાં આવતી ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેમની તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ત્યારે આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો હતો.

આ પણ વાંચોઃ આ ગુજરાતી છોકરો ‘ઘોડે પે સવાર’નું મેલ વર્ઝન ગાઈને છવાઈ ગયો

પ્રેમિકાને અન્ય સાથે પ્રેમ થતાં સંબંધ તોડ્યો


પોલીસે મૃતકના ઘરે તપાસ કરી ત્યારે એક અરજી મળી આવી હતી. જેમાં તેમણે પોતાની પૂર્વ પ્રેમિકા અને તેના પરિવારજનોના ત્રાસથી કંટાળીને આ પ્રકારનું આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જે અરજી મળી આવી છે તેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આજથી પાંચ વર્ષ પૂર્વે મિતલ રાઠોડ નામની યુવતી સાથે મૃતક પ્રેમસંબંધમાં બંધાયો હતો. પ્રેમસંબંધ બંધાયા બાદ બંને રાજીખુશીથી તે સંબંધને નિભાવતા હતા. પરંતુ થોડા સમય બાદ યુવતીને અન્ય યુવક સાથે પ્રેમ થતાં તેણે રાજેશ પરમાર સાથેના તમામ પ્રકારના વ્યવહારો અને પ્રેમ સંબંધનો અંત લાવી દીધો હતો.


પ્રેમિકાના પરિવારજનો હેરાન કરતા હતા


ભૂતકાળમાં યુવતીના પરિવારજનોએ મૃતક વિરુદ્ધ ભક્તિનગર પોલીસ ચોકીમાં અવારનવાર ખોટી ફરિયાદ કરી પૈસાની માગણી કરી ધાકધમકી આપી હતી. તેમજ શારીરિક માનસિક અને આર્થિક ત્રાસ પણ આપવામાં આવતો હતો. જેને કારણે કંટાળીને આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Rajkot crime news, Rajkot News, Rajkot police

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन