OMG બેડ પર થઈ આ એક ભુલ અને તૂટી ગયું રાજકોટના યુવકનું લિંગ
રાજકોટ શહેરમાંથી એક એવી ઘટના સામે આવી છે કે જેને સાંભળીને હાહાકાર મચી ગયો છે.પત્ની સાથે બેડ પર સંબંધ બનાવતી વખતે યુવકને ઈન્દ્રિયના ભાગે ફ્રેકચર થયું હોવાનું સામે આવ્યું છે.
Mustufa Lakdawala,Rajkot : રાજકોટ શહેરમાંથી એક એવી ઘટના સામે આવી છે કે જેને સાંભળીને હાહાકાર મચી ગયો છે.પત્ની સાથે બેડ પર સંબંધ બનાવતી વખતે યુવકને ઈન્દ્રિયના ભાગે ફ્રેકચર થયું હોવાનું સામે આવ્યું છે.આ ફ્રેકચરને પીનાઈલ ફ્રેક્ચર પણ કહેવામાં આવે છે.આ પ્રકારનો કેસ રાજકોટમાંથી સામે આવ્યો છે.તમને જણાવી દઈએ કે, દર 1.75 લાખ કેસમાંથી પીનાઈલ ફ્રેક્ચરનો એક કેસ નોંધાય છે.
રાજકોટનો 35 વર્ષીય યુવાન તેની પત્ની સાથે શારિરીક સંબંધ બનાવી રહ્યો હતો. આ દરમિયાન વધુ પડતા જોશમાં આવી જતા તેનુ લિંગ યોનીની ઉપરના હાટકા સાથે ટકરાયું હતું.જેના કારણે યુવકને પીનાઈલ ફ્રેકચર થયું હતું. જેથી તેને અસહ્ય દુખાવો થતાં તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.જ્યાં તેમનું ઓપરેશન કરવમાં આવ્યું હતું.
મેડકિલ સાયન્સ મુજબ પીનાઈલ ફ્રેક્ચર દર 1.75 લાખ કેસમાંથી એક કેસ નોંધાયા છે.ત્યારે રાજકોટના આ યુવકનું સફળ ઓપરેશન યુરોલોજિસ્ટ ડો.પ્રતિક અમલાણીએ કર્યું હતું. યુરોલોજિસ્ટ સ્પેશ્યાલિસ્ટ ડો.પ્રતિક અમલાણીએ જણાવ્યુ હતું કે કોઈ પણ પુરૂષના પ્રાઈવેટ પાર્ટમાં હાટકુ હોતુ નથી.પણ ઘણી વખત ઉતેજના દરમિયાન તેમાં કોર્પસ કેવરનોસમ અને તેની બહાર ટ્યુનિકા અલબુગિનીઆનું લેર હોય છે. તેમાં લોહી ભરાવાથી ઈન્દ્રીય કડક બને છે.
પીનાઈલ ફ્રેક્ચર થયું છે તે કેવી રીતે જાણ થશે?
ત્યારે શારિરીક સંબંધ દરમિયાન ઉતેજનામાં આવીને સ્ત્રીના હાટકા સાથે ભટકાઈ ત્યારે બની શકે ક્યારેક તેમાં ફ્રેક્ચર થાય. આ ફ્રેકચરને પેનાઈલ ફ્રેકચર કહેવામાં આવે છે. જો સંબંધ દરમિયાન લિંગ વાકુ વળી જાય, લોહી નીકળી અથવા તો સોજો ચડે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જો કે આવો કેસ રેર ઓફ રેર બને છે.
યુરોલોજીસ્ટનો સંપર્ક કરો
જો આવુ બને ત્યારે દર્દીએ તાત્કાલિક નજીકના યુરોલોજીસ્ટનો સંપર્ક કરવો જોઈએ. જેથી જરૂર પડે તો સોનોગ્રાફી કરીને તેનું નિદાન કરે છે.આ સાથે જ 24 કલાકની અંદર જ તેનું ઓપરેશન કરવામાં આવે તો આગળ થતી કોઈ પણ તકલીફને વહેલાસર અટકાવી શકાઈ છે.
કયા ટેસ્ટથી ફ્રેકચરની ખબર પડે છે:
પુરુષોના જનનાંગોમાં ફ્રેક્ચર થાય તો એક્સ-રે, પેનાઇલ અલ્ટ્રાસાઉન્ડ અથવા એમઆરઆઈ ટેસ્ટ પરથી જાણી શકાઈ છે.
આવુ થાય તો ઈલાજ શું
પીનાઈલ ફ્રેક્ચર થાય તો સામાન્ય સર્જરી આવે છે.આવુ કરવાનો હેતુ પુરુષોના ખાનગી પાર્ટમાં સામાન્ય ઉત્થાન અને પેશાબની કામગીરી સ્થાપિત કરવાનો છે.