Home /News /rajkot /

રાજકોટ મેળાને લોખંડી સુરક્ષા કવચ, લુખ્ખાતત્વો-ચોરો તો નહીં જ બચી શકે

રાજકોટ મેળાને લોખંડી સુરક્ષા કવચ, લુખ્ખાતત્વો-ચોરો તો નહીં જ બચી શકે

શહેરમાં શરૂ થવા જઇ રહેલા મેળાને લઇને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે

Rajkot folk fair: શહેરમાં શરૂ થવા જઇ રહેલા મેળાને લઇને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

    હાર્દિક જોશી, રાજકોટ: શહેરમાં શરૂ થવા જઇ રહેલા મેળાને લઇને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ માટે મેળામાં કુલ 4 મેઇન ગેઇટ, 2 ઇમરજન્સી ગેટ ઊભા કરવામાં આવ્યા છે. આ દરેક ગેટ ઉપર 3 શિફ્ટમાં બંદોબસ્ત ગોઠવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

    દરેક ગેટ પર ચાંપતો બંદોબસ્ત

    દરેક મેઇન ગેટ ઉપર 1 પીએસઆઈ અને 4 પોલીસકર્મી, 1 મહીલા પોલીસકર્મી અને 2 હોમગાર્ડ ફાળવવામાં આવ્યા છે. મેળામાં સુરક્ષા વ્યવસ્થા માટે કુલ 6 સેક્ટર રાખવામાં આવ્યા છે. દરેક સેકટરમાં ત્રણ શિફ્ટમાં બંદોબસ્ત  ગોઠવાયો છે. દર ત્રણ સેક્ટર દીઠ ઇન્ચાર્જ તરીકે 1 પીઆઈ,  1 પીએસઆઈ,  6 પોલીસકર્મી, 1 માહીલા પોલીસ અને 5 હોમગાર્ડ જવાનો દ્વારા સુરક્ષા કરવામાં આવશે.

    ખાસ ચોરો પર નજર રાખવા 6 ટીમ

    મેળામાં કુલ 16 વોચ ટાવર અને 1 ધાબા પોઇન્ટ છે. દરેક પોઇન્ટ ઉપર બે શિફ્ટમાં પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવશે. 1 પોલીસ/એસ.આર.પી, અને 1 હોમગાર્ડનો બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે. મેળામાં અસામાજીક તત્વો, પીકપોકેટર્સ, ચેઇન સ્નેચર્સ, ઉપર નજર રાખવા માટે 6 ટીમ ફાળવવામાં આવી છે અને બહારના 11 જિલ્લાઓમાંથી 2-2 પોલીસ ફાળવાઇ છે.

    આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓમાં પડશે અતિભારે વરસાદ

    મેળામાં જ કન્ટ્રોલ રૂમ

    મેળામાં પોલીસ કન્ટ્રોલ રુમ રખાયો છે. જ્યાં ફરિયાદ બુક, અરજી રજીસ્ટર, ખોવાયેલ વ્યકિતનું રજીસ્ટર, બિનવારસી ચીજવસ્તુ ગુમ થયાનું રજીસ્ટર રાખાયું છે. લોકમેળામાં નાના બાળકો માતા-પિતાથી વિખુટા પડી જાય અને પોલીસ કંટ્રોલ રૂમ ખાતે લાવવામાં આવે તો તેની માઇક દ્વારા જાહેરાત કરવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. તેમજ સ્ટેજ ખાતેથી પણ જાહેરાત કરવા માટે પોલીસની ફાળવણી કરવામાં આવેલ છે.

    1541 પોલીસકર્મી તૈનાત

    મેળામાં સીસીટીવી કન્ટ્રોલ રૂમ રાખવામાં આવેલ છે. તેના ઉપર પોલીસ દ્વારા નજર રાખવામાં આવશે. સી.પી.ના સીધા સુપરવિઝન હેઠળ 2 એસીપીનું સુપરવિઝન રાખવામાં આવશે. જ્યારે 1 એસીપી ટ્રાફીક બંદોબસ્તનું સુપરવિઝન સંભાળશે. લોકમેળાને અનુલક્ષીને કુલ 1541 પોલીસ ફોર્સની ફાળવણી કરવામાં આવી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Latest News, Rajkot News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन