Home /News /rajkot /

Rajkot: રાજકોટના હાર્દિક જોશી KBCમાં બચ્ચન સાથે કરશે જ્ઞાન ગમ્મત, આ તારીખે પ્રસારિત થશે એપિસોડ

Rajkot: રાજકોટના હાર્દિક જોશી KBCમાં બચ્ચન સાથે કરશે જ્ઞાન ગમ્મત, આ તારીખે પ્રસારિત થશે એપિસોડ

રાજકોટનો

રાજકોટનો આ યુવાન અમિતાભ બચ્ચન સાથે રમશે કેબિસી

જામનગરમાં પોલીટેકનિકલ કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હાર્દિક જોશી kbcમાં ચમકશે.

    Mustufa Lakdawala,Rajkot : જામનગરમાં(Jamnagar) પોલીટેકનિકલ કોલેજમાં(Polytechnic College) મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં(Department of Mechanical Engineering) પ્રોફેસર(Professor) તરીકે ફરજ બજાવતા અને રાજકોટમાં રહેતા હાર્દિક જોશી કૌન બનેગા કરોડપતિમાં(millionaire) ભાગ લઈચૂક્યા છે.હાર્દિક જોશીનો એપિસોડ(episode) 8 અને 9 ઓગસ્ટે(August )રાત્રે 9 વાગ્યે પ્રસારિત(transmitted) થશે.

    તાજેતરમાં જ કેબીસીની(KBC)14મી સીઝન(Session 14) શરૂ થવા જઈ રહી છે ત્યારે હાર્દિક જોશી સિલેક્ટ(Select) થતા અમિતાભ બચ્ચન(Amitabh Bachchan) સામે હોટ સીટ(Hot seat) પર બેસી કૌન બનેગા કરોડપતિ શોમાં ભાગ લીધો છે. કોન બનેગા કરોડ પતિમાં ભાગ લઈ ચૂકેલાહાર્દિક જોશીસાથેન્યૂઝ 18એ(News18) તેઓના આ મહત્વપૂર્ણ જરની વિશે વાત કરી હતી અને તેઓનો અનુભવ જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

    સુખદ અને આનંદદાયક અનુભવ રહ્યો

    હાર્દિક જોશીએ જણાવ્યું હતું કે, હું જામનગર પોલીટેકનિકલ કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. પરતું હું રાજકોટમાંજ રહું છું. હાલમાં જ કૌન બનેગા કરોડપતિની 14મી સીઝન શરૂ થઈ રહી છે. ત્યારે વડીલોના આશિર્વાદ અને મારી મહેનતના પરિણામે મને 14મી સીઝનમાં કેબીસીમાં જવાનો, મુંબઈમાં જઈને શોનું શુટિંગ કરવાનો અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને રૂબરૂ મળવાનો સુખ અને આનંદદાયક અનુભવ મળ્યો છે.

    આ પણ વાંચો : આ મુસ્લિમ 11 કિમી ચાલીને કેમ શિવના દર્શન કરવા જાય છે?



    સુખદ અનુભવો રહ્યા એ હું લઇને આવ્યો

    હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, કેબીસી તો મારા જેવા સામાન્ય માણસ માટે ન ભૂતો કે ન ભવિષ્યતી જેવો અનુભવ રહ્યો છે. મારા જીવનમાં હવે આનાથી સુખદ ક્ષણ આવી શકે તેવું મને લાગતું નથી. જેમાં અમિતાભ બચ્ચનની સાથે સાક્ષાત બેસવું, તેની સાથે અંગત વાતો કરવી આ બધા સુખદ અનુભવો છે તે હું લઇને આવ્યો છું. તૈયારીની વાત કરું તો હું 2009થી કેબીસી માટે પ્રયત્ન કરતો હતો. આજે 12 વર્ષ પૂરા થયા છે તો જે મારું સપનું હતું તે સપનાને પુરું કર્યું છે. કેબીસી માટે બે વસ્તુ હોય છે. જેમાં એક તો જાવા માટે તૈયારી કરવી પડે છે.

    કેબીસીમાં જવા કેવી તૈયારી કરવી પડે

    હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, સોર્સ દ્વારા આપણને પ્રશ્નો પૂછવામાં આવે છે તેના જવાબ આપણે તેમને એસએમએસ દ્વારા આપવાના હોય છે. બાદમાં આઇવીઆર ટેસ્ટ પાસ કરવાની હોય છે. ત્યારબાદ આપણે તેનું ગ્રાઉન્ડ ઓડિશન પુરું કરવાનું હોય છે. આ બધુ થઈ જાય પછી એ લોકોનો કોલ આવે છે. બાદમાં ફાસ્ટર ફિંગર ફર્સ્ટ રમવા માટે બોલાવે છે. બાદમાં ફાસ્ટર ફિંગર ફર્સ્ટમાં પાસ થાય તેવા નસીબવંતાને હોસ્ટ સીટ મળે છે. આ થઈ કેબીસીમાં જવા માટેની તૈયારી. પણ ત્યાં જઈને શું કરવું તો તેમાં તમે છો, અમિતાભ બચ્ચન છે અને તમારી આસપાસના પ્રશ્નો છે. હું તમામ યુવા મિત્રોને અપીલ કરું છું કે, તમે તમારી જાતને અવેર રાખો. સામાન્ય જ્ઞાન જેમ કે તમે ધો.1થી 12 સુધી જે વિષયો ભણ્યા છો તેનું જ્ઞાન તમારી પાસે હોવું જોઇએ. બીજું કરન્ટ અવેરનેસ જાણવું જરૂરી છે. સ્પોર્ટ્સની એક્ટિવિટી, રાજકીય ક્રાઇસિસ, ઇન્ટરનેશનલ ક્રાઇસિસનું પણ જ્ઞાન હોવું જોઈએ. આમાંથી 100 ટકા પ્રશ્નો આવે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Aamitabh Bachchan, Contestant, KBC, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन