Home /News /rajkot /Rajkot: લગ્નમાં ચાર ચાંદ લગાવે છે બહારથી આવતાં આ ફૂલો, જાણો ક્યાંથી આવે છે!

Rajkot: લગ્નમાં ચાર ચાંદ લગાવે છે બહારથી આવતાં આ ફૂલો, જાણો ક્યાંથી આવે છે!

X
લગ્નમાં

લગ્નમાં રિયલ ફૂલોની ડિમાન્ડ વધી રહી છે.

આ ફુલ બધા બેંગલોર, કલકતા અને મુંબઈથી આવતા હોય છે.બધા અલગ અલગ જગ્યાએથી આવે છે. ફુલમાં અનેક પ્રકારનીવેરાયટી હોય છે.

    Mustufa Lakdawala,Rajkot : ચૂંટણીનો માહોલ હવે બરાબર રીતે જામી ગયો છે.એક બાજુ ચૂંટણીનો ધમધમાટ અને બીજી તરફ લગ્નની સિઝન પુરબહારમાં ખીલી છે. અત્યારે જોવા જઈએ તો છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે લગ્ન પ્રસંગ બંધ થઈ ગયા હતા. હવે લગ્નપ્રસંગોનું આયોજન પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. ત્યારે અત્યારે ચૂંટણી અને લગ્નની સિઝન વચ્ચે ફુલવાળાની ફુલ સિઝન ખીલી છે.
    વિદેશી ફુલ, બુકે, સાફાવાળા, કેટરસવાળાની ડિમાન્ડ નીકળી છે.

    વિદેશી ફુલની વાત કરવામાં આવે તો વિદેશી ફુલથી બનતા બુકેની ડિમાન્ડ ભારે ઉભી થઈ છે.જેને લઈને ફુલના ભાવમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે.ફુલનો વેપાર કરતા પ્રજ્ઞેશભાઈએ જણાવ્યું હતું કે કોરોના બાદ હવે ફુલની ડિમાન્ડ ખુબ જ વધી છે.મેરેજ ફંકશન આ વખતે વધારો છે. એટલે ફેન્સીની ડિમાન્ડ વધુ છે. જેમ કે ઓર્ચિડ ફ્લાવર અને જીપ્સોની ડિમાન્ડ વધારે છે.



    અત્યારે પીચ, વ્હાઈટ અને પીંક કલર પર વધારે ડેકોરેશન કરાવવામાં આવી રહ્યું છે. કારણ કે આ લુક રિચ લાગે છે. અત્યારે ફુલના ભાવ આસમાને છે.. રેગ્યુલર ફુલના ભાવ પણ આસમાને છે. શિયાળાની ઋતુમાં ફ્રેશ ફ્લાવરની ડિમાન્ડ વધારે હોય છે. ઉનાળામાં આર્ટીફિશિયલ ફ્લાવરની વધારે ડિમાન્ડ હોય છે.



    આ ફુલ બધા બેંગલોર, કલકતા અને મુંબઈથી આવતા હોય છે.બધા અલગ અલગ જગ્યાએથી આવે છે. ફુલમાં અનેક પ્રકારની વેરાયટી હોય છે. ડેકોરેશનમાં 5-6 કલાકનો સમય લાગે છે. ફ્રેશ ફ્લાવરનું ડેકોરેશન 2-3 જગ્યાએ એકસાથે થઈ શકે છે.પણ પછી તો અમારે પણ ના પાડવી પડે છે.



    આ વખતે રિયલ ફ્લાવરના ડેકોરેશનની ડિમાન્ડ વધી ગઈ છે. આ વખતે ફાઈબર અને ક્રિસ્ટલ વર્કની ડિમાન્ડ વધારે છે.કારણ કે એક તરફ લગ્નનું કામ અને બીજી તરફ ચૂંટણીનું કામ ચાલી રહ્યું છે. રાજકોટમાં ફુલ બજારમાં 40 રૂપિયાથી લઈને 2 હજાર રૂપિયાસુધીના કિલોના ભાવ બોલાઈ રહ્યાં છે. સામાન્ય દિવસોમાં 200થી 500 કિલો ફુલનો વેપાર થતો હતો જે અત્યારે 1500થી 2000 કિલો ફુલો વેચાઈ રહ્યાં છે.



    ત્યારે આ ભાવમાં 2-3 ગણો વધારો થયો હોવા છતાં લોકો ફુલ ખરીદવા પર ખજકાતા નથી. હાલમાં માર્કેટમાં રનિંગ ગુલાબ અને ગલગોટા સહિત હાલ ડચ ગુલાબ, જરબરા, એંથોરિયમ સહિતના ફુલો ધુમ મચાવી રહ્યાં છે. હજુ એકાદ મહિના સુધી ફૂલોનીમાંગમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી.
    First published:

    Tags: Local 18, Wedding, રાજકોટ

    विज्ञापन
    विज्ञापन