Home /News /rajkot /Rajkot : એવા શિક્ષક જેને ગરબાનો છે ગાંડો શોખ, 10 દિવસ રજા રાખી સ્પેશિયલ અમદાવાદ જાય રમવા

Rajkot : એવા શિક્ષક જેને ગરબાનો છે ગાંડો શોખ, 10 દિવસ રજા રાખી સ્પેશિયલ અમદાવાદ જાય રમવા

રાજકોટના આ શિક્ષકને ગરબાનો ગાંડો શોખ છે, તેઓ નવરાત્રીનું અગાઉથી જ પ્લાનિંગ કરે છે

રાજકોટના આ શિક્ષક ગરબા રમવા કોર્સ નવરાત્રી પહેલા પૂરો કરી દે, રોજ અનોખા કોસ્ચ્યુમ પહેરી આકર્ષણનું કેન્દ્ર બને છે

    Mustufa Lakdawala,Rajkot : નવલી નવરાત્રિનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. બે વર્ષ બાદ અર્વાચીન ગરબાની સરકારે મંજૂરી આપતા લોકોએ મન ભરીને તહેવારને ઉજવ્યો હતો. ત્યારે આજે આપણે એક એવા શિક્ષકની વાત કરીએ છે કે જેઓ જામનગરના કાલાવડમાં ફરજ બજાવે છે, દર નવરાત્રિએ તેઓ ગરબા રમવા એટલા ઉત્સાહિત હોય છે કે, તેઓ વિદ્યાર્થીઓનો કોર્સ નવરાત્રિ પહેલા પૂરો કરી દે છે. શિક્ષકનું નામ દિપકભાઈ છે અને તેઓ દર વર્ષે પત્ની અને પુત્ર સાથે રાજકોટમાં ગરબા રમે છે. શિક્ષક પરિવાર રોજ અનોખા કોસ્ચ્યુમ પહેરી ગરબાની રમઝટ બોલવતા હોય ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.


    કોસ્ચ્યુમનો વજન હોય છતાં ગરબા રમીએ


    દિપકભાઈએ જણાવ્યું હતું કે, હું સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. સાથે સાથે મને અને મારા પરિવારને ગરબાનો ખૂબ શોખ છે. દર વર્ષે નવરાત્રિમાં ગરબા રમવા માટે રાજકોટ આવીએ છીએ. શિક્ષણની સાથે સાથે ગરબાનું પણ અનોખું મહત્વ છે. અમે રોજ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીએ છીએ જેનો વજન પણ વધારે હોય છે. તેમ છતાં અમને ગરબા રમવામાં તેનો વજન લાગતો નથી. બાળકોનું શિક્ષણ બગડે તે માટે તેનો કોર્સ પૂરો કરીને અહીં ગરબા રમવા આવીએ છીએ.



    મારો દીકરો અને પત્ની પણ ગરબે રમે છે


    દિપકભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, હું એકલો નહીં પણ મારો દીકરો અને મારી પત્ની પણ ગરબા રમવામાં ભાગ લે છે. દિપકભાઈના પુત્રએ જણાવ્યું હતું કે, હું મારા-પિતા સાથે હું પણ


    ગરબાની રમઝટ બોલાવું છું. મને પણ ગરબાનો બહુ શોખ છે. રોજ રોજ મારા માતા-પિતા જે ટ્રેડિશનલ ડ્રેસ પહેરે તેવા એકસરખા ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને હું ગરબે ઘૂમું છું. હું અવનવા સ્ટેપ પણ મારા માતા-પિતા સાથે શીખી રહ્યો છું.


    મને ગરબાનો બહુ શોખ છે


    દિપકભાઈની પત્નીએ જણાવ્યું હતું કે, મને ગરબાનો બહુ શોખ છે. આમ જોવા જઈએ તો મારા પતિને સરકારી નોકરી છે, તેઓ જામનગરના કાલાવડમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગાંધીનગર-અમદાવાદના ગરબાની વાત આવે એટલે કઈ ઘટે નહીં. પરંતુ સૌરાષ્ટ્રમાં પણ ગરબા સારા થાય છે. ગાંધીનગર-અમદાવાદના ગરબાની જોડે તો આવે પણ જ્યારે મારા પતિને રજા મળે છે ત્યારે નવરાત્રિમાં અમે રાજકોટમાં ગરબાની રમઝટ બોલાવીએ છીએ. અહીં જે માન-સન્માન મળે છે તેનાથી ગરબા રમવાનો ઉત્સાહ બેવડાય જાય છે.

    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Garba, Navratri 2022, Teacher, રાજકોટ

    विज्ञापन
    विज्ञापन