Home /News /rajkot /Rajkot news: કોરોના પછી ભાડે ઓફિસ ન પોસાતા આ દંપતીએ કારને ઓફિસ બનાવી દીધી!

Rajkot news: કોરોના પછી ભાડે ઓફિસ ન પોસાતા આ દંપતીએ કારને ઓફિસ બનાવી દીધી!

X
વકિલાત

વકિલાત કરતા આનંદકુમાર અને શિક્ષક તરીકે કામ કરી ચૂકેલા આનંદકુમારના પત્ની અવની બહેને સાથે મળીને પોતાની કારને જ ઓફિસ બનાવી દીધી. આ કારમાં સોલાર સિસ્ટમ લગાવી જેથી ઝેરોક્ષ, લેપટોપ અને પંખા સહિત ચાલી શકે.

વકિલાત કરતા આનંદકુમાર અને શિક્ષક તરીકે કામ કરી ચૂકેલા આનંદકુમારના પત્ની અવની બહેને સાથે મળીને પોતાની કારને જ ઓફિસ બનાવી દીધી. આ કારમાં સોલાર સિસ્ટમ લગાવી જેથી ઝેરોક્ષ, લેપટોપ અને પંખા સહિત ચાલી શકે.

    Mustufa Lakdawala, Rajkot: કોરોનાં કાળ દરમિયાન મોટા મોટા ધંધાઓ પણ બંધ પડી ગયા હતા ત્યારે નાના નાના બિઝનેસની તો વાત જ શું કરવી? આ સાથે જ નોકરી કરતા લોકો પર પણ અસર જોવા મળી હતી. ત્યારે રાજકોટના એક દંપત્તીએ કોરોના દરમિયાન કોર્ટ બંધ થતાં એક નવી તરકીબ શોધી હતી અને પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો.


    વકિલાત કરતા આનંદકુમાર અને શિક્ષક તરીકે કામ કરી ચૂકેલા આનંદકુમારના પત્ની અવની બહેને સાથે મળીને પોતાની કારને જ ઓફિસ બનાવી દીધી. આ કારમાં સોલાર સિસ્ટમ લગાવી જેથી ઝેરોક્ષ, લેપટોપ અને પંખા સહિત ચાલી શકે.

    કોરોના સમયમાં ભાડે ઓફિસ રાખવી થોડી ખર્ચાળ હતી. જેથી તેમણે પોતાની કારમા જ સોલાર પેનલની મદદથી કારમાં જ પ્રિન્ટીંગ મશીન, લેપટોપ સહિતની કામગીરી કરીને શરૂઆત કરી હતી. આ માટે દોઢ લાખનો ખર્ચ કરીને ઓફિસ શરૂ કરી અને કોરોના બાદ સરકારી કચેરીઓ બહાર ઉભા રહીને કામ કરવાનું શરૂ કર્યું. અત્યારે કોર્ટ ચાલુ થઈ ગઈ છે. જેથી આનંદકુમારનાં પત્ની અવનીબહેન આ હરતી ફરતી ઓફિસ ચલાવે છે.


    એડવોકેટ આનંદકુમારે જણાવ્યું કે, મેં અને મારા પિતાએ મળીને આ ગાડી બનાવી છે. ગાડીની અંદર એક નાની ગાડી છે. જેમાં સોલાર સિસ્ટમ ચલાવવામાં આવે છે. જેના દ્વારા ઝેરોક્ષ મશીન, પંખો, કલર પ્રિન્ટર અને લેપટોપ ચાલે છે. કોઈ અરજદારને પ્રિન્ટ કાઢવી હોય કે કોઈને કંઈ લખાણ કરાવવાનું હોય તો તેઓ કરી આપે છે.

    કોર્ટ ચાલુ થઈ જાય ત્યારે આ કાર એડવોકેટ આનંદકુમાર ચલાવી શકતા નથી. જેથી આનંદકુમારના પત્ની તેમને આ કામમાં મદદ કરે છે. તેમની દિકરી પણ આ કામમાં તેમને મદદ કરે છે. આનંદકુમારના પત્ની પહેલા શિક્ષક હતા. પણ અત્યારે તેઓ આનંદકુમારની આ ગાડીને સંભાળે છે.

    નવી કોર્ટ બની રહી છે જે શહેરથી થોડી દુર છે. ત્યારે આ નવી કોર્ટમાં અરજદારો આવશે અને વકીલો પણ હશે .ત્યારે જો બહાર જવાનું થાય તો થોડી અગવડતા થાય છે જે ન થાય તે માટે અમે મોટી ગાડી અને નવી સિસ્ટમ લગાવીશું જેથી કરીને અરજદારને પણ મુશ્કેલી ન પડે અને અમને પણ મુશ્કેલી ન પડે.

    અવનીબેને જણાવ્યું હતું કે, અત્યારે હું મારા પતિની કાર ઓફિસમાં કામ કરૂ છું. પહેલા હું શિક્ષક તરીકે ફરજ બજાવતી હતી પણ મારા ઘરે દિકરીનો જન્મ થયો તે પછી મે નોકરી મુકી દીધી અને મારા પતિની કાર ઓફિસ સંભાળું છે.

    અહિંયા અવનીબહેન તેમના પતિના દરેક કામમાં મદદ કરે છે. અવનીબહેને કહ્યું કે, દરેક મહિલામાં હિંમત હોય છે બસ તેને કરવાનો સાહસ રાખો પછી તમે તમારૂ ધાર્યુ કામ પણ કરી શકશો.
    First published:

    Tags: Local 18, Rajkot News

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો