રાજકોટમાં પોર્ટ્રેટ ક્લબ ચલાવવામાં આવે છેઅને અહીં તમામ લોકોને વિના મુલ્યે આર્ટ શીખવવામાં આવે છે.તેમજ મોડેલની સામે બેસી આર્ટ બનવવામાં આવે છે.આર્ટના ક્લાસીસમાં મોટી ફી લેવામાં આવે છે, જયારે અહીં વિના આર્ટ શીખવવામાં આવે છે.
Mustufa Lakdawala, Rajkot: રાજકોટમાં અલગ જ પ્રકારનું પોર્ટ્રેટ ક્લબ ચલાવવામાં આવી રહ્યું છે.અહીં વિના મુલ્યે આર્ટ શીખવવામાં આવે છે. આર્ટને લગતા ક્લાસ કરવા હોય તો મસમોટી ફી આપવી પડે છે. પરંતુ રાજકોટમાં ચાલતા આ આર્ટ ક્લબમાં લોકોને વિનામુલ્યે આર્ટ શિખવવામાં છે.રાજકોટના સંજય કોરિયા એક આર્ટ વેલી ચલાવે છે.તેમણે કહ્યું કે,અમે લાઈવ પોર્ટ્રેટ ક્લબ ચલાવીએ છીએ.
જેમાં મોડલને સામે બેસાડીને આર્ટ કરતા શિખવવામાં આવે છે.દરેક સિટીમાં અલગ અલગ આર્ટીસ્ટ્સ કામ કરે છે. પરંતુ રાજકોટમાં છેલ્લા 7 વર્ષથી રેગ્યુલર દર શનિવારે આર્ટ શીખવવામાં આવે છે. સાંજે 6થી 8 દરમિયાન રાજકોટના સિનિયર અને જુનિયર આર્ટિસ્ટ એકત્ર છે. તેમજ અન્ય લોકો ભાગ લેવા માંગે તે ભાગ લઈ શકે છે.અહિંયા દરેક લોકોને નોલેજ આપવામાં આવે છે.
મોડલ બેસાડીને કામ કરતા શિખવવામાં આવે
અહિંયા ઘણા આર્ટીસ્ટો આવે છે અને ભાગ લે છે.તેમજ તમામ લોકો આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. મોટી વાત એ છે કે, આ લાઈવ વર્ક મોટાભાગે રાજકોટમાં ક્યાંય નથી.લગભગ અહિંયા 30-40 આર્ટીસ્ટ આ સંસ્થામાં સેવા આપે છે અને લોકોને શીખવે છે. દરેક લોકોને પોતાનો બનાવેલો ફોટો ગમે છે.એટલા માટે લોકોને મજા આવે તે માટે પોટ્રેટ ક્લાસ જોડાય છે.
રાજકોટની પોર્ટ્રટ ક્લબ યુનિક છે
આર્ટીસ્ટ સુરેશ રાવલે જણાવ્યું હતું કે, દર શનિવારે હું અહિંયા આવુ છે. આ ક્લબ છેલ્લા 6 વર્ષથી ચાલુ છે.રાજકોટમાં પોર્ટ્રટ ક્લબ ચાલે તે એક યુનિક છે. અહિંયા કોઈ નાના- મોટાનો ભેદભાવ રાખવામાં આવતો નથી.અહિયા ફ્રી ઓફ ચાર્જ છે. જેથી કોઈ પણ આવી શકે છે અને સલાહ લઈ શકે છે.
અનેક વર્કશોપ કરવામાં આવે છે
6 વર્ષમાં સંજયભાઈ કોરિયાના માર્ગદર્શન હેઠળ ઘણા વર્કશોપ પણ યોજ્યા છે. જેથી જેને પણ રસ હોય તેઓ ભાગ લઈ શકે છે. બીજા આર્ટ ક્લાસમાં મોટી મોટી ફી લેવામાં આવે છે. ઘણા લોકો તો ખાલી નાક અને કાન શીખવવાના મોટા મોટા પૈસા લે છે. પણ અહિંયા ફ્રી ઓફ ચાર્જ છે.