Mustufa Lakdawala,Rajkot : આ જગતમાં કોણ એવુ હશે કે જેને ફરવાનો શોખ નહીં હોય.ફરવાનું નામ પડે એટલાબધા જ તૈયાર થઈ જાય.કારણ કે લોકોને ખાવુ પીવુ અને હરવુ ફરવુ ખુબ જ ગમે છે.ત્યારે આજે અમે એક યુવાનની વાત કરીશું કેતેને બાઈક પર ભારતની મુલાકાત લીધી છે.તમને જણાવી દયે કે આ યુવાને 140 દિવસમાં 20 રાજ્યની અને નેપાલ મુલાકાતલીધી છે.એ પણ બાઈક પર.
રાજકોટના આ યુવકનું નામ ફખરી ત્રિવેદી છે.જેને 140 દિવસમાં ભારતની યાત્રા કરી છે.ફખરીએ ભારતની સાથે સાથે નેપાળનીપણ મુલાકાત લીધી છે.ત્યારે આવો આખી જર્નીને કેવી રીતે કરી અને કેવી રીતે તે બધુ મેનેજ કરતો હતો તે જાણીએ.
ફખરી ત્રિવેદીએ જણાવ્યું હતું કે મે ઈન્ડિયાના 20 રાજ્યની મુલાકાત લીધી છે.મારી ઈચ્છા હતી કે એક સાથે બધુ ફરવું છે અનેએક ઉંમર પહેલા ફરવું છે.મને બાઈક સાથે ખુબ પ્રેમ છે.જેથી હું બાઈક લઈને નીકળી પડ્યો હતો.મે મારી જર્ની 8 સપ્ટેમ્બર2022ના રોજ ચાલુ કરી હતી.અને આજે 25 જાન્યુઆરી 2023ના હું પરત ફર્યો છે.
બધા લોકોએ મને ખુબ જ પ્રેમ આપ્યો છે.
ફખરીએ જણાવ્યું કે મે 20 હજાર 834 કિલોમીટરની યાત્રા કરી.આ યાત્રામાં હું સાથે સાથે નેપાળ પણ જઈ આવ્યો.નેપાળના 1-2 ગામ પણ મે જોયા.આ અદભૂત અનુભવ રહ્યો છે.મે ઘણુ બધુ મેળવ્યું છે.મે નવા મિત્રો પણ બનાવ્યા છે.નવી નવી ભાષા પણશિખ્યો છું.બધા લોકોએ મને ખુબ જ પ્રેમ આપ્યો છે.હું મારી જાતને નસીબદાર માનુ છું.
ઈન્ડિયાનું જે મુળ કલ્ચર છે તે બધા સ્થળની મુલાકાત લીઘી
મારો વિચાર એ જ હતો કે મારે પહેલા મારૂ ભારત જોવુ છે.હું ક્યાંય ટુરિસ્ટ પ્લેસ પર નથી ગયો પણ મે નાના નાના ગામડાઓનીમુલાકાત લીધી છે.મે બધા ગામની હિસ્ટ્રી મેળવી છે.ભારતની મે બધી મોટી મોટી રિવરની વિઝિટ કરી.જેમ કે, ગંગા, યમુના, ગોદાવરી.આ સાથે જ બધી મસ્જીદો,મંદિરો,દરગાહ,ગુરુદ્વારાઅને ચર્ચમાં પણ ગયો હતો.ઈન્ડિયાનું જે મુળ કલ્ચર છે તે બધાસ્થળની મુલાકાત લીધી.
મને પરિવારનો ખુબ જ સપોર્ટ મળ્યો છે
બધા ધર્મને મે નજીકથી જોયા અને તેમાં શું શુ હોય તે જાણવાની કોશિશ પણ કરી.બધે જઈને હું ફોટોગ્રાફી કરતો અને બસબેસીને બધુ જોતો હતો.મને પરિવારનો ખુબ જ સપોર્ટ મળ્યો છે.પરિવારને ડર હતો.કારણ કે આ એક ક્રેઝી આઈડિયા હતો.જેથીપણ તે લોકોએ ખુબ જ સપોર્ટ કર્યો છે.
જો તમને ફરવાનો શોખ હોય તો તમે પુરા કરી લેજો
મને આ યાત્રા દરમિયાન મોટાભાગના સારા લોકોને મળ્યો છું.ખરાબ લોકો ખુબ ઓછા મળ્યા હતા.પણ હું સારા લોકોને હંમેશાયાદ રાખીશ.જો તમને ફરવાનો શોખ હોય તો તમે પુરા કરી લેજો.કારણ કે જીવન એક જ વાર મળે છે.તમારા જે પણ શોખ હોય તેપુરા કરજો.અને ખાસ જુવાની પાછી નહીં આવે.જો બધી વસ્તુ તમારા પક્ષમાં હોય તે તમે બધુ કરી લો.
આપણા ભારત દેશમાં જ એટલી સારી સારી જગ્યાઓ છે
મારી બધાને એક જ રિક્વેસ્ટ છે પહેલા તમે ભારત ફરજો પછી તમે વિદેશ ફરજો. કારણ કે આપણા ભારત દેશમાં જ એટલી સારીસારી જગ્યાઓ છે જે તમને વિદેશમાં નહીં જોવા મળે.કોઈ મને પૂછશે કે તે લાઈફમાં શું કર્યું છે તો હું તેને કહીશ કે મે આ ટ્રીપ કરીછે.અને આ મારી અચિવમેન્ટ છે.
140 દિવસમાં ખર્ચો કેટલો લાગ્યો હશે
ઘણા લોકોનો સવાલ છે કે 140 દિવસમાં ખર્ચો કેટલો લાગ્યો હશે.પણ તમને જણાવી દયે કે ફખરી દરેક જગ્યાએ તેની ઓફિસસાથે લઈને ફર્યો છે.એટલે કે તને દરેક જગ્યાએથી ઓનલાઈન વર્ક કર્યું છે.ફખરી ફ્રીલાન્સ ડિઝાઈનર છે.જેથી તે કામની સાથેસાથે પોતાની ટ્રીપ પણ મેનેજ કરતો હતો.ફખરીએ કામ કરવાની સાથે સાથે ટ્રીપ એન્જોય કરી છે.ફખરીનો નેક્સટ ગોલરાજકોટથી લંડન જવાનો છે.જેના માટે 1 વર્ષ જેટલો સમય લાગશે.જેના માટે હું અત્યારથી જ પ્રિપેરેશન શરૂ કરી દઈશ.