Home /News /rajkot /Rajkot: આ વેપારીએ બનાવ્યું અનોખું મિક્સર મશીન, એવી ખાસીયત કે દૂરદૂરથી લોકો માત્ર જોવા આવે છે!

Rajkot: આ વેપારીએ બનાવ્યું અનોખું મિક્સર મશીન, એવી ખાસીયત કે દૂરદૂરથી લોકો માત્ર જોવા આવે છે!

X
આ

આ વેપારીએ બનાવ્યું નાનુ મિક્સર મશીન, જે મોટા મશીન જેવું જ કામ આપશે

આ મિક્સર મશીનમાં 12 વોટની બેટરી લગાવવામાં આવશે. આ મશીન બેટરીથી ચાલુ થશે અને આપણને આપણો માલ કમ્પ્લીટ કરી દેશે.

    Mustufa Lakdawala,Rajkot : રાજકોટના એક વેપારીએ એક નાનુ મિક્સર મશીન બનાવ્યું છે.  જે મિક્સર મશીન પણ નાનુ છે જે કામ મોટા મિક્સર મશીન જેવુ જ આપે છે.  આ મશીનને બનાવવામાં પણ 15થી 20 દિવસ જેવો સમય લાગે છે.  ત્યારે આવો આ નાના મિક્સર મશીન વિશે રાજકોટના વેપારી મુકેશભાઈ પાસેથી જ સમગ્ર માહિતી જાણીએ.

    મુકેશભાઈ દેવજીભાઈ આસોડીયાએ જણાવ્યું હતું કે તમે જે મિક્સર મશીન જોયુ તે નાનુ મિક્સર મશીન છે  જે સેન્ટિંગમાં કામ આવે છે.  સ્લેબ ભરવામાં, સિમેન્ટ કોંકરેજ માટે કામ આવે છે.  આ મશીન મોટા મશીન જેવુ જ કામ આપે છે પણ ટુંકમાં આ એક નાનુ મોડલ છે.



    આ મિક્સર મશીનમાં 12 વોટની બેટરી લગાવવામાં આવશે.  આ મશીન બેટરીથી ચાલુ થશે.  અને આપણને આપણો માલ કમ્પ્લીટ કરી દેશે.  આ મશીન બનાવવામાં લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  અમારા એક મિત્રના કહેવા પર અમે આ મશીન બનાવ્યું છે.

    જોકે રિયલ મોટા મશીન બનાવવામાં આવે જ છે.  પણ આ લોકોના કહેવાથી અમે નાનુ મિક્સર મશીન બનાવ્યું છે. આ મશીન બનાવવામાં 15 દિવસનો સમય લાગ્યો છે.  આ મશીનની માંગ ખુબ વધારે છે  પણ તેનો ભાવ વધારે હોવાથી બહુ ઓછા લોકો લઈ શકે છે.  આ મશીનને જોવા માટે અનેક લોકો આવે છે.  મુકેશભાઈએ કહ્યું કે તેને કોઈ પણ વસ્તુ બનાવવામાં 15થી 20 દિવસનો સમય લાગે છે.   લોકોની ડિમાન્ડ મુજબ અમે તેને દાગીનો બનાવીને આપીએ છીએ.
    First published:

    Tags: Local 18, ટેકનોલોજી, રાજકોટ

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો