Mustufa Lakdawala,Rajkot : દરેક વ્યક્તિમાં અલગ અલગ કળા હોય છે.કોઈને સારૂ ગાતા આવડે તો કોઈને સારૂ લખતા આવડે.તો વળી કોઈ સંગીતમાં માહેર હોય તો કોઈ ડાન્સમાં માહિર હોય.પણ દરેક લોકોનો રસનો વિષય અલગ અલગ હોય છે.પણ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ ઉંધુ લખવામાં માહિરી હોય નહીંને.તો આજે અમે આપને જણાવીશું.
રાજકોટના રીબડાના સર્વજીતસિંહ જાહેજા ઉંધુ લખવામાં માહેર છે.સામાન્ય રીતે દરેક વ્યક્તિ ડાબી બાજુથી જમણી બાજુ લખતા હોય છે પરંતુ આ વ્યક્તિ જમણી બાજુથી ડાબી બાજુ એમ ઉલ્ટા અક્ષરે લખે છે. એટલે જો તમારે આ ભાઈનું લખાણ વાંચવું હોય તો અરીસો લઈને વાંચવા બેસવું પડે.સર્વજીતસિંહ જાડેજા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં પણ આ રીતે મીરર રાઈટિંગ કરી શકે છે.
સર્વજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આપણે જે લખીએ એને આપણે અરીસામાં જોઈએ તો તે ઉંધુ દેખાઈ છે.પણ હું જે લખુ છું તે તમે અરીસામાં જુઓ તો તે સીધુ દેખાઈ છે.આ સાથે જ પ્રકાશ સામે જુઓ તો પણ સીધુ દેખાઈ છે.એટલે કે જે કોરોના પન્નામાં વાંચી શકાય.લખેલામાં કોઈ વાંચી ન શકે.
2010થી મે આ રીતે લખવાનું શરૂ કર્યું.ગુરૂ મહારાજની પ્રેરણાથી મે આ રીતે લખવાનું શરૂ કર્યું હતું.રામ કથાના 47 ચોપડા, ભગવત ગીતાના 2 ચોપડા, સ્વામી નારાયણ ભગવાનની શિક્ષાપત્રીના 2 ચોપડા, હનુમાન ચાલીસાનો એક ચોપડો મે લખેલો છે.
2010માં ધોરાજી સ્થિત ગુરૂ મહારાજ લાલુગીરી મહારાજની પ્રેરણાથી મે લખવાનું શરૂ કર્યું હતું. સ્વામીનારાયણ ભગવાનના મોટા મંદિર, મોટા મહંત કે અયોધ્યા રામ મંદિર તેમના મ્યુઝિયમમાં રાખી શકે છે.તેમને કહ્યું કે હું નાનો હતો ત્યારથી જ મારૂ જીવન ધાર્મિક છે.
હું છેલ્લા 20 વર્ષથી ગાયુ, ગાંડાની સેવા, બિન વારસી લાશોના અંતિમ સંસ્કાર સહિત અનેક સત કાર્યોમાં હું જોડાયેલો છું.ગુરૂ મહારાજની પ્રેરણાથી આજે હું આ બધુ કરી રહ્યો છું.