Home /News /rajkot /Bhavnagar: દિનેશમાંથી બન્યા નૈના કુવર, આ કિન્નર ભીખ માંગી કરે છે 300 ગાયની સેવા!

Bhavnagar: દિનેશમાંથી બન્યા નૈના કુવર, આ કિન્નર ભીખ માંગી કરે છે 300 ગાયની સેવા!

X
દિનેશભાઈ

દિનેશભાઈ નિરાધાર ગાયોની સેવા કરવા બન્યા કિન્નર, એકલા હાથે કરે છે 200-300 ગાયોની

તેઓએ જણાવ્યું કે 10 વાગ્યા પછી હું આવીને ભેગા થયેલા પૈસા હું ગાયોની સેવા માટે વાપરૂ છું. કોઈને મારા સુધી પહોંચવું હોય તે મને અલંગ રોડ પર આવેલા ભગત ગૌશાળામાં રહીને ગાયોની સેવા કરૂ છું.

  • News18 Gujarati
  • Last Updated :
  • Rajkot | Bhavnagar
Mustufa Lakdawala,Rajkot : ભાવનગરના એક એવા વ્યક્તિ કે જે ગાયોની સેવા કરવા માટે કિન્નર બની ગયા છે. હા, તમને જાણીને થોડુક અલગ લાગશે. પણ આ વાત સાચી છે. ભાવનગરના જમરાના દિનેશભાઈ નિરાધાર ગાયોની સેવા કરવા માટે આજે કિન્નર બની ગયા છે.અને એકલા હાથે ગાયોની સેવા કરી રહ્યાં છે.

દિનેશભાઈ વાલજીભાઈ જમરાએ જણાવ્યું હતું કે મારૂ ગામ જમરા છે.જમરાથી હું ભાવનગર હિરા ઘસવા માટે આવ્યો હતો.જ્યાં હુંહાથે જમવાનું બનાવતો હતો અને ત્યાં જ રહેતો હતો. એવામાં એક દિવસ એવુ બન્યું કે એક ગાય મારા ઘરની બહાર પીડિતીહતી. મને એમ થયું કે આ ગાય 2-3 દિવસથી પીડાય છે. એનો માલિક તેનેલઈને નથી જતો.એટલે મને થયું કે હું જ ચાલો આગાયની સારવાર કરૂ.



પછી મે ગાયને ઉંચકીને મારા ઘરે લીધી.. પછી મે એની સેવા કરી.તો મને અંદરથી ખુબ સારૂ લાગ્યું હતું. અને મને આનંદ થયોપછી.મે ધીમે ધીમે બીજી ગાય, ત્રીજી ગાય એમ સેવા કરવાની ચાલુ કરી.એમ કરીને મફતનગરમાં મે 10 ગાયુ રાખીને તેની સેવાશરૂ કરી.પણ ત્યાં ગાયોને રાખવાની જગ્યાનો અભાવ થયો અને ગાયના ખાવામાં પણ સમસ્યા આવવા લાગી.

જેથી હું કિન્નરમાં ભરતી થયો.કિન્નરમાં મારૂ નામ નૈના કુવર ક્રિષ્ન કુવર રાખ્યું છે.અહિંયા હું ગાયોની સેવા કરૂ છું.અમારા ગુરૂજીપણ ખુબ જ સારા છે.માલિક પણ ખુબ સારા છે. હવે અમે ન્યારી ચોકડી પાસે અલંગ રોડ પર છે.ભગત ગૌશાળામાં હું રહીનેગાયોની સેવા કરૂ છું.

અહિંયા 200-300 ગાયો છે. જેમાં કોઈને પગ નથી, કોઈ બિમાર છે.અહિંયા અમે નિરાધાર ગાયોની સેવા કરીએ છીએ.નારીગામના પંપ પાસે અમે ભીક્ષાવૃતિ કરીને 5-10 રૂપિયા કમાઈ છીએ.હું સવારે વહેલા ઉઠીને માતાજીની પૂજા કરીને નારી ગામના પંપેઉભા રહીને પૈસા ભેગા કરૂ છું.10 વાગ્યા સુધી હું ત્યા રહીને ભીક્ષાવૃતિ કરૂ છું.

10 વાગ્યા પછી હું આવીને ભેગા થયેલા પૈસા હું ગાયોની સેવા માટે વાપરૂ છું. કોઈને મારા સુધી પહોંચવું હોય તે મને અલંગ રોડ પર આવેલા ભગત ગૌશાળામાં રહીને ગાયોની સેવા કરૂ છું.મારો મોબાઈલ નંબર છે 7359299740. મારૂ  નામ નૈના કુવર છે. હું એકલી જ આ કિન્નર સંસ્થા ચલાવુ છું.
First published:

Tags: Kinnar, Local 18, ગુજરાત, રાજકોટ