આ મહિલા 150 મહિલાઓને નોકરી પર રાખી સફળ બિઝનેસ ચલાવે છે
આ સાથે જ જે મહિલાઓને આ કામ કરવામાં રસ હોય પણ તેને આવડતું ન હોય તેને ઘરે જઈને શિખવવામાં આવે છે.જેથી કરીનેબહેનોને કોઈ સમસ્યા ન આવે.જો કોઈ બહેનોને કામ કરવું હોય તો મીનાબેનનો સંપર્ક કરી શકે છે.
Mustufa Lakdawala,Rajkot : કહેવાય છે મન મક્કમ હોય તો માણસને હિમાલય પણ નડતો નથી. બસ તમારૂ મન મક્કમ હોવુ જોઈએ.તો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી પાર થઈને તમે તમારી મંજિલ મેળવી શકો છો. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને પુરૂષો સાથે કદમથી કદમ મિલાવીને કામ કરી રહી છે.
આજે મહિલાઓ માત્ર ગૃહિણી જ નથી રહી પણ ગૃહિણી હોવાની સાથે સાથે તે આજે ઘરે બેસીને જ કામ પણ કરી રહી છે. જેથી ઘરમાં થોડી મદદ મળી શકે છે. આજે આપણે એક એવી જ મહિલા વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ કે જેને 3 મહિલાઓ સાથે મળીને બિઝનેસ શરૂ કર્યો અને આજે તેની સાથે 150 મહિલાઓ કામ કરી રહી છે.
રાજકોટની આ મહિલાનું નામ છે મીનાબેન પટેલ.તેઓ પહેલા ખાનગી કંપનીમાં જોબ કરતા હતા.પણ જ્યારે તેને સંતાન થયું તે પછી તેને પોતાની જોબ છોડી દીધી. કારણ કે બાળકને રાખવુ અને જોબ કરવી તેના માટે મુશ્કેલ થઈ ગયું હતું. આ મહિલાના મનમાં ઘરે બેસીને કામ કરવાના ઘણા વિચારો આવતા હતા.
એવામાં એકવાર તેને પોતાના બાળક માટે ગુથેલી મોજડી બનાવી. જે આસપાસના લોકોને બતાવી તો તેઓ તેના વખાણ કરવા લાગ્યા તો તેને વિચાર આવ્યો ગુથવાનો બિઝનેસ કરવાનો.જેથી પહેલા મીનાબેને પોતાની સાથે 3 મહિલાઓ રાખી અને આ બિઝનેસ શરૂ કર્યો. ધીમે ધીમે માર્કેટમાં ડિમાન્ડ વધવા લાગતા સ્ટાફ પણ મોટો કરતા હતા.
આજે મીનાબેન પટેલ પોતાની સાથે બીજી 150 મહિલાને રોજગારી આપી રહ્યાં છે. ધીમે ધીમે આ સેમ્પલ વિદેશમાં જવા લાગ્યા અને ત્યાંથી પણ ડિમાન્ડ વધવા લાગી. આ મહિલાઓ ગુથલા ફ્રોક, મોજડી, સમર કેપ, વિન્ટર કેપ સહિત રમકડા પણ બનાવે છે.
મીનાબેનના આ બિઝનેસમાં આખા ગુજરાતમાંથી મહિલાઓ જોડાઈ છે. ગુજરાત સિવાય મુંબઈ અને આંધ્રપ્રદેશથી પણ મહિલાઓ કામ કરે છે. મીના બેનનો આ માલ ડેનમાર્ક, ઓસ્ટ્રેલિયા, જાપાન. ફ્રાન્સ અને મલેશિયા સહિત અનેક કન્ટ્રીમાં જાય છે.
બહેનોની સ્પીડ પર તેને રોજગારી મળે છે. બહેનોને 5 હજાર રૂપિયાથી લઈને 10 હજાર રૂપિયા સુધીની રોજગારી મળી રહી છે. એ પણ ઘરે બેઠા બેઠા.મીનાબેનનો આ બિઝનેસ શરૂ કરવા પાછળનો ઉદેશ્ય એટલો જ હતો કે જે મહિલાઓ બહાર જઈને કામ કરી શકતી નથી તેઓ ઘરે બેસીને કામ કરી શકે અને પોતાનો ખર્ચો પોતે ઉઠાવી શકે.
આ સાથે જ જે મહિલાઓને આ કામ કરવામાં રસ હોય પણ તેને આવડતું ન હોય તેને ઘરે જઈને શિખવવામાં આવે છે. જેથી કરીને બહેનોને કોઈ સમસ્યા ન આવે.જો કોઈ બહેનોને કામ કરવું હોય તો મીનાબેનનો સંપર્ક કરી શકે છે. તેને ઘર બેઠા કામ મળી જશે. મીનાબેનને તમે તેના આ મોબાઈલ નંબર 9427224063 પર સંપર્ક કરી શકો છો.