Home /News /rajkot /Rajkot: 'બ્લડની જરૂર હોય તો કહેજો' આ દિવ્યાંગ પતિ-પત્ની હંમેશા બ્લડ ડોનેટ કરવા રહે છે તત્પર

Rajkot: 'બ્લડની જરૂર હોય તો કહેજો' આ દિવ્યાંગ પતિ-પત્ની હંમેશા બ્લડ ડોનેટ કરવા રહે છે તત્પર

આ વ્યક્તિ જરૂરિયાતમંદ લોકો માટે બ્લડ ડોનેટ કરવા હંમેશા તત્પર રહે છે

રક્તદાનથી હજારો લોકોને મોતના મુખમાંથી જતા બચાવી શકાય છે. રક્તદાન માનવીનો પ્રથમ ધર્મ છે. પણ આજે આપણે વાત કરવી છે એવા વ્યક્તિની જે 70% દિવ્યાંગ છે છતાં 97 વાર રક્તદાન કરી શક્યા છે. આ વ્યક્તિનું કામ સશકત લોકોને પણ શરમાવે એવુ છે.

    Mustufa Lakdawala,Rajkot : રક્તદાનથી હજારો લોકોને મોતના મુખમાંથી જતા બચાવી શકાય છે. રક્તદાન માનવીનો પ્રથમ ધર્મ છે. પણ આજે આપણે વાત કરવી છે એવા વ્યક્તિની જે 70% દિવ્યાંગ છે છતાં 97 વાર રક્તદાન કરી શક્યા છે. વ્યક્તિનું કામ સશકત લોકોને પણ શરમાવે એવુ છે. દિવ્યાંગ વ્યક્તિનું નામ મહેશભાઈ જુરિયાણી અને 44 વર્ષની ઉંમર છે અને તેઓ PGVCLમાં કેશીયર તરીકે નોકરી કરે છે. મહેશભાઈની સાથોસાથ તેમના પત્ની રેશ્માબેન પણ દિવ્યાંગ છે અને તેઓ પણ બ્લડ ડોનેશન કરે છે. દિવ્યાંગ દંપતી સમાજમાં અન્ય લોકો માટે પ્રેરણા બન્યુ છે.


    જાણો મહેશભાઈને કેવી રીતે આવ્યો વિચાર


    ઉદ્યોગનગર PGVCLમાં ફરજ બાજવાતા મહેશ જુરિયાણીએ જણાવ્યું હતું કે, આશરે 14 વર્ષથી હું PGVCLમાં ફરજ બજાવે છું. 1998થી હું રક્તદાન કરતો આવું છું. રક્તદાન કરવાની પ્રેરણા મને મારાં મિત્રો પાસેથી મળી છે. સમયે મારાં મિત્રોએ મને થેલેસેમિયા વિશે સમજાવ્યું હતું. થેલેસેમિયાગ્રસ્ત લોકોને રેગ્યુલર બ્લડ ચેન્જ કરવાનું હોઈ છે. વખતે લોકોને બ્લડ મળવું મુશ્કેલ બનતું હતું. ત્યારે મારાં ડોક્ટરોએ કહ્યું કે તમે શારીરિક રીતે ભલે અશક્ત હો પણ બ્લડ ડોનેશન કરી શકો છો.



    પ્રથમ વાર મને વાત સાંભળી ડર લાગ્યો હતો


    મહેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રથમ વખત વાત સાંભળી ડર લાગ્યો હતો પણ પહેલી વખત બ્લડ ડોનેશન કર્યા પછી ડર દૂર થઈ ગયો. હવે મને કોઈ જાતની બીક લાગતી નથી. અત્યારસુધીમાં 97મી વખત બ્લડ ડોનેશન કરી ચુક્યો છું. હવે રેગ્યુલર કોર્સમાં બ્લડ ડોનેશન કરવાનું થઈ ગયું છે. મારે 70 ટકા દિવ્યંગતા છે. પણ બ્લડ ડોનેશન કરવા પાછળ મારી વિચારસરણી કામ કરે છે. મને એવુ થાય છે કે હું દિવ્યાંગ છું પણ સમાજમાંથી ઘણો સપોર્ટ મળે છે. આથી સમાજ પ્રત્યે મારું પણ ઉત્તરદાયિત્વ છે કે મારે પણ સમાજને રિટર્ન આપવું જોઈએ.


    મારી પત્નીએ મારામાંથી પ્રેરણા જોઈ રક્તદાન શરુ કર્યુ


    મહેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ફૂલ નહિ તો ફૂલની પાંખડી પણ મારે કંઈક સમાજને આપવું જોઈએ. પહેલી વસ્તુ કે હું સમાજને કંઈક પાછું આપું છું. હું એમ માનું છું કે, સમાજે મને જે ઋણ આપ્યું છે તે પરત કરવાની મારી ફરજ છે. મારી પત્ની પણ દિવ્યાંગ છે. મારાં લગ્ન થયાં ત્યાર પછી મારી પત્ની પણ જોતી હતી કે હું દિવ્યાંગ હોવા છતાં રક્તદાન કરું છું. એટલે તેને પણ થયું કે મારે રક્તદાન કરવું છે. આથી અમે ડોક્ટરને કંસર્ન કર્યું તો ડોક્ટરે કહ્યું કે, વાંધો નહિ રક્તદાન કરી શકશે.


    મારી પત્નીએ બેક ટુ બેક 17 વાર રાતકદાન કર્યું


    મહેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આજે બેક ટુ બેક તેણે પણ 17મી વખત રક્તદાન કર્યું છે. અમે બંને સાથે બ્લડ ડોનેશન કરતા હોઈએ છીએ. અન્ય લોકોને કહેવા માંગીશ કે, જો અમે બંને કરી શકતા હોઈએ તો બાકી સશકત વ્યક્તિઓએ ચોક્કસપણે નિયમિત રક્તદાન કરવું જોઈએ. જેથી કરીને જે દુઃખી વ્યક્તિ છે કે થેલેસેમિયાથી પીડિત છે એવા લોકોને બ્લડ સમયસર મળી જાય. મારાં મોબાઈલ નંબર છે 9824801007. નંબર ઉપર મને ક્યારેય પણ કોઈ પણ મારાં સિવાયનું કોઈ પણ બ્લડ ગ્રુપ જોઈતું હોઈ મને અડધી રાત્રે મેસેજ કરવાની છૂટ છે. તમને ઓછામાં ઓછી કલાકની અંદર તમને તમારી હોસ્પિટલે બ્લડ મળી જશે.

    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Blood donation, દિવ્યાંગ, રાજકોટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन