Home /News /rajkot /Rajkot Bus Depot: રાજકોટના એસટી બસ સ્ટેન્ડ પર અનેક જગ્યાએ સિલિંગમાં ગાબડાં પડ્યાં, ત્રણ વર્ષ પહેલાં જ બન્યું હતું

Rajkot Bus Depot: રાજકોટના એસટી બસ સ્ટેન્ડ પર અનેક જગ્યાએ સિલિંગમાં ગાબડાં પડ્યાં, ત્રણ વર્ષ પહેલાં જ બન્યું હતું

માત્ર ત્રણ જ વર્ષમાં રાજકોટ બસ ડેપોની હાલત બેહાલ થઈ ગઈ!

Rajkot Bus Depot: રાજકોટ એસટી બસ સ્ટેશનની સ્થિતિ કથળવાની શરૂઆત થઈ ગઈ છે. સિલિંગમાં અનેક જગ્યાએ મોટા મોટા ગાબડાં પડી ગયા છે. તો વળી, કેટલીક જગ્યાએ લાદી ઉખડી ગઈ છે.

રાજકોટઃ એસટી બસ સ્ટેશનની સ્થિતિ કથળવાની શરૂ થઈ ગઈ છે. રાજકોટના નવા એસટી બસ સ્ટેન્ડની હાલત જૂનાં જેવી થઈ ગઈ છે! એસટી બસ પોર્ટમાં કેટલીક જગ્યાએ સિલિંગમાં કેટલીક જગ્યાએ ગાબડાંઓ પડી ગયા છે તો કેટલીક જગ્યાએ લાદી પણ ઉખડી ગયેલી જોવા મળે છે.

દિવસભરમાં હજારો લોકોની અવરજવર


આ ગાબડાં પડવાનું કારણ કંઈ પણ હોય પરંતુ હાલ આ દ્રશ્ય જોઈને કોઈને પણ અદ્રશ્ય સારા ન લાગે રાજકોટનું એસટી બસ સ્ટેશન એ સૌરાષ્ટ્રમાં જતી એસટી બસો નું પ્રવેશદ્વાર પણ માનવામાં આવતું હોય છે કેમકે અહીંયા દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ આસપાસના રાજ્યોમાંથી સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં જતી બસ પણ રાજકોટ એસટી બસ સ્ટેશનને આવતી હોય છે. અહીંયા દિવસ દરમિયાન હજારો લોકો અવરજવર કરતા હોય છે, ત્યારે બસ સ્ટેશનની આવી હાલત સૌ કોઈની નજરે પડતી હોય છે.


સત્તાધીશોએ એક સમયે કહ્યુ હતું - એરપોર્ટ જેવું છે!


બીજી મહત્વની બાબત એ પણ છે કે, રાજકોટ એસટી બસ સ્ટેશન બન્યાંને હજુ માત્ર ત્રણ જ વર્ષ થયાં છે અને આટલા ઓછા સમયગાળામાં જ બસ સ્ટેન્ડની હાલત કફોડી થઈ ગઈ છે. ત્યારે આ બસ સ્ટેશનની આગામી દિવસોમાં કેવી હાલત હશે તે પણ એક સવાલ સૌ કોઈના મનમાં ઉઠી રહ્યો છે. આ બસ સ્ટેશન જ્યારે બન્યું ત્યારે તત્કાલિન સત્તાધીશોએ આ નવા બસ સ્ટેન્ડથી લોકોની સુખાકારી વધવાના દાવાઓ પણ કર્યા હતા તો આ બસ સ્ટેશન માત્ર બસ સ્ટેશન નહીં પરંતુ જાણે એરપોર્ટ હોય તેવું લાગતું હોવાનું પણ ત્યારે જણાવ્યું હતું!
Published by:Vivek Chudasma
First published:

Tags: Bus stand, GSRTC, Rajkot News

विज्ञापन