Home /News /rajkot /રાજકોટમાં ખાનગી સ્કૂલ બસના ડ્રાઈવર અને વાહન ચાલક વચ્ચે થઈ માથાકૂટ, સ્થાનિકોએ મામલો થાળે પાડ્યો
રાજકોટમાં ખાનગી સ્કૂલ બસના ડ્રાઈવર અને વાહન ચાલક વચ્ચે થઈ માથાકૂટ, સ્થાનિકોએ મામલો થાળે પાડ્યો
નજીવી બાબતે થઈ મારામારી
Rajkot News: રાજકોટમાં એક મહિલા રણચંડી જોત જોતામાં જ બની ગઈ હતી અને એક યુવકની જાહેરમાં જુલાઈ કરી હતી. મારામારીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ પણ થયો હતો. આ બનાવ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલી મામલતદાર કચેરી નજીક બન્યો હતો.
રાજકોટ: રાજકોટમાં એક મહિલા રણચંડી જોત જોતામાં જ બની ગઈ હતી અને એક યુવકની જાહેરમાં જુલાઈ કરી હતી. મારામારીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ પણ થયો હતો. આ બનાવ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલી મામલતદાર કચેરી નજીક બન્યો હતો. શહેરની જીનીયસ સ્કૂલના બસ ચાલકને માર મારવામાં આવ્યો હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. ઇનોવા કારના ચાલકે બસ ચાલક સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને અભદ્ર ભાષા પણ બોલી હતી ત્યાર બાદ બંને વચ્ચે મામલો વધુ ઉગ્ર બન્યો હતો.
નજીવી બાબતે આ માથાકૂટ સર્જાઈ હતી
ઉલ્લેખનીય છે કે, કાર ચાલકે બસ ચાલક ઉપર હુમલો કરી દીધો હતો. બસમાં તોડફોડ પણ કરી હતી આ ઘટનામાં એક વિદ્યાર્થીને પણ ઇજા પહોંચી હતી. મળતી વિગતો પ્રમાણે માત્ર હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે આ માથાકૂટ સર્જાઇ હતી. આ ઘટનામાં રોષે ભરાયેલા કાર ચાલક અને તેમની સાથે રહેલી મહિલાએ બસ ડ્રાઈવરને બસમાંથી ઉતારીને જાહેરમાં માર્યો હતો. આ ઘટનામાં બસના ડ્રાઇવરને પણ ઈજા પહોંચી હતી તો બીજી તરફ જાહેરમાં મારામારીના આ દ્રશ્યો જોઈ લોકોના ટોળા પણ સ્થળ પર એકઠા થયા હતા.
નોંધનીય છે કે, કેટલાક લોકોએ દરમિયાનગીરી કરી જાહેરમાં ઝઘડો કરી રહેલા આ લોકોને છૂટા પાડ્યા હતા. આ ઘટના બાદ બસમાં બેસી રહેલા વિદ્યાર્થીઓમાં પણ એક ડરનો માહોલ જોવા મળ્યો હતો. મારામારીના દ્રશ્યો જોઈ વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા. રાજકોટમાં જાહેરમાં મારામારી કરતા આ લોકોમાં કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર દેખાતો ન હતો તેઓ બેફામ રીતે કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ત્યા હાજર રહેલા સ્થાનિક લોકોની દરમિયાનગીરીથી મામલો થાળે પાડ્યો હતો. રાજકોટ શહેરમાં આ પ્રથમ વખત આવી ઘટના બની છે એવું નથી અગાઉ પણ રાજકોટ શહેરમાં વારંવાર આવા મારામારીના દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે રાજકોટ વાસીઓ પણ ઈચ્છી રહ્યા છે કે આવા લોકોમાં પોલીસનો ડર બેસે. પોલીસ પણ આ બાબતે કાર્યવાહી કરીને આવા લોકો સામે કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે.