VIDEO: રાજકોટમાં પોલીસના ત્રાસથી કંટાળી યુવકે કમિશનર કચેરીમાં જ આપઘાતનો પ્રયાસ કર્યો
VIDEO: રાજકોટમાં પોલીસના ત્રાસથી કંટાળી યુવકે કમિશનર કચેરીમાં જ આપઘાતનો પ્રયાસ કર્યો
પીયૂષ રાઠોડ નામના યુવકે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે ફિનાઇલની બોટલ લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
પીયૂષ રાઠોડ નામના યુવકે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે ફિનાઇલની બોટલ લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે મીડિયાને જણાવ્યું હતું કે તેણે પ્રેમલગ્ન કર્યા છે અને તેની પત્ની ગર્ભવતી છે.
રાજકોટ (Rajkot)માં પોલીસ કમિશનર કચેરી (Rajkot Police commissioner office) ખાતે એક યુવકે ફિનાઇલ પી આપઘાતનો (Suicide)નો પ્રયાસ કરતા પોલીસ કર્મચારી (Rajkot Police) માં તેને બચાવવા માટે ભાગદોડ મચી જવા પામી હતી. આ યુવકે રાજકોટમાં પોલીસ કમિશનર કચેરી ખાતે આવી જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, પરિવારના ઝઘડામાં ન્યાય આપવા યુવકે પોલીસ સમક્ષ માંગ કરતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ કર્મચારીઓએ પણ યુવકને પકડી લીધો હતો અને તરત તેને અટકાવ્યો હતો અને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર પીયૂષ રાઠોડ નામના યુવકે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે ફિનાઇલની બોટલ લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે મીડિયાને જણાવ્યું હતું કે તેણે પ્રેમલગ્ન કર્યા છે અને તેની પત્ની ગર્ભવતી છે. હાલ તાલુકા પોલીસ દ્વારા પતિ-પત્નીને વારંવાર બોલાવી ત્રાસ આપતી હોવાનો આક્ષેપ પણ યુવાને કર્યો હતો અને પોલીસે અનેકવાર માર પણ માર્યો હોવાનું પણ મીડિયાને જણાવ્યું હતું.
રાજકોટમાં પોલીસ કમિશનર કચેરી ખાતે યુવાકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો
યુવકે પોલીસના ત્રાસથી કંટાળી રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થળ પર હાજર પોલીસ કર્મચારીઓની સમયસૂચકતાને કારણે તરત યુવકને ફિનાઇલ પીતા અટકાવવામાં આવ્યો હતો. જોકે આ દરમિયાન યુવક સાથે પોલીસે થોડી બળજબરી પણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ અધિકારીઓએ યુવકને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યો છે.
આ અંગે પોલીસ દ્વારા આપઘાતના પ્રયાસનું ચોક્કસ કારણ જાણવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યાં જ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર