આ ચિત્ર જોયા બાદ તેના મિત્રો વિશ્વાસ કરી શક્યા નહી.જેથી તેને બીજા જ દિવસ એજ જગ્યાની બાજુમાં સરદાર વલ્લભ ભાઈ પટેલની આબેહુબ તસવીર અડધી જ કલાકમાં બનાવી દીધી.
Mustufa Lakdawala, Rajkot : દરેક વ્યક્તિમાં અલગ અલગ કળા હોય છે.કોઈની પાસે લખવાની કળા હોય તો કોઈની પાસે ગાવાની કળા હોય.કોઈને સારૂ બોલતા આવડે, તો કોઈને સારો ડાન્સ કરતા આવડે.પણ આ બધી કળામાંથી કંઈક અલગ કરવાની દરેકની ઈચ્છા હોય છે.ત્યારે રાજકોટના એક યુવાનની કળા વિશે અમે આપને જણાવીશું કે જેની કળાની ચારે તરફ ચર્ચા થઈ રહી છે.
આપણે વાત કરી રહ્યાં છીએ રાજકોટના જય દવેની કે જેને પેન કે પેન્સિલથી નહીં પણ કંઈક અલગ જ રીતે અને અલગ જ વસ્તુથી પેઈન્ટિંગ બનાવ્યું છે.જય દવેએ જે પેઈન્ટિંગ બનાવ્યું છે તે પેઈન્ટિંગને ફાયર આર્ટ કહેવામાં આવે છે.જય દવેએ છત્રપતિ શિવાજી મહારાજનું 6 બાય 6 ફૂટનું ચિત્ર માત્ર અડધો કલાકમાં તૈયાર કર્યું છે.જે જોઈને તમે પણ વિચારમાં મુકાઈ જશો.
જયનું કહેવુ છે કે તે એક વખત ન્યારી ડેમ પાસે સમય વિતાવી રહ્યો હતો.આ દરમિયાન તેને ફાયર આર્ટ કરવાનો વિચાર આવ્યો.કારણ કે તેની આસપાસ કેટલાક લાકડા પડ્યા હતા.અને તેમાંથી તે કંઈ અલગ ચિત્ર બનાવવા માંગતો હતો.જેથી તેને છત્રપતિ શિવાજી મહારાજનું ચિત્ર બનાવવાનું નક્કી કર્યું.
આ વિચારને તેને ઓન ધ સ્પોટ અમલમાં મુક્યો.કેટલાક લાકડા સળગાવ્યા અને એક હાથમાં પાતળી લાકડી લીધી અને બીજા હાથમાં મોબાઈલ લીધો અને શિવાજી મહારાજની આબેહુબ તસવીર અડધી જ કલાકમાં બનાવી નાખી.તેમને 6 બાય 6 ફૂટની સાઈઝમાં માત્ર અડધો જ કલાકમાં શિવાજી મહારાજનું આખું ચિત્ર તૈયાર કરી દીધું.
આ ચિત્ર જોયા બાદ તેના મિત્રો વિશ્વાસ કરી શક્યા નહી.જેથી તેને બીજા જ દિવસ એજ જગ્યાની બાજુમાં સરદાર વલ્લભ ભાઈ પટેલની આબેહુબ તસવીર અડધી જ કલાકમાં બનાવી દીધી. આ કળાને જોઈને તેના મિત્રો પણ તેને બિરદાવવા લાગ્યા. અગાઉ આ યુવાને પોતાના વાળમાંથી દર્શન રાવલનું ચિત્ર બનાવ્યું હતું અને તેને ભેટ કર્યું છે.આ ચિત્ર જોઈને દર્શન રાવલ પણ ખુશ થઈ ગયા હતા અને તેની કલાને બિરદાવી હતી.