આ યુવકે પોતાના વાળમાંથી બનાવ્યું સિંગર દર્શન રાવલનું ચિત્ર
રાજકોટમાં એક યુવકે પોતાના જ વાળ કાપીને તે જ વાળનું પ્રખ્યાત સિંગર દર્શન રાવલનું પેઈન્ટિંગ બનાવ્યું છે.ત્યારે આવો જય પાસેથી જ જાણીએ કે તેને આ પેઈન્ટિંગ બનાવવાનો વિચાર કેમ આવ્યો
Mustufa Lakdawala,Rajkot : દરેક લોકોમાં કોઈને કોઈ કળા તો હોય છે.કોઈને સારૂ પેઈન્ટિંગ બનાવતા આવડે, તો કોઈ સારૂ ગાતા આવડતું હોય છે.દરેક લોકોમાં અલગ અલગ કળા હોય છે.ત્યારે રાજકોટમાં એક યુવકે પોતાના જ વાળ કાપીને તે જ વાળનું પ્રખ્યાત સિંગર દર્શન રાવલનું પેઈન્ટિંગ બનાવ્યું છે.ત્યારે આવો જય પાસેથી જ જાણીએ કે તેને આ પેઈન્ટિંગ બનાવવાનો વિચાર કેમ આવ્યો અને તે કેવી રીતે આ પેઈન્ટિંગને દર્શન રાવલ સુધી પહોંચાડશે.
જય દવેએ જણાવ્યું હતું કે તેને બોલિવૂડના ફેમસ સિંગર દર્શન રાવલનું પેઈન્ટિંગ બનાવ્યું છે.આ આર્ટ મે મારા ખુદના વાળથી બનાવ્યું છે. મારા ખુદના વાળ કાપીને વોશ કરીને આ પેઈન્ટિંગ બનાવ્યું છે. રાજકોટમાં કોર્પોરેશન દ્વારા મને જાણ થઈ કે દર્શન રાવલનો શો થવાનો છે.એટલે મને થયું કે બધા પેઈન્ટિંગ કે અન્ય વસ્તુઓ તો ભેટમાં આપશે જ.એટલે મને વિચાર આવ્યો કે કેમ હું મારા જ વાળ કાપીને એક સરસ પેઈન્ટિંગ ન બનાવું.
જય દવેએ કહ્યું કે જેથી મે મારા વાળનો ઉપયોગ કરીને આ પેઈન્ટિંગ બનાવ્યું છે.. આ પ્રકારનું આર્ટ રાજકોટમાં ક્યારેય થયું નથી. આવું આર્ટ રાજકોટમાં પહેલીવાર થયું છે.આ આર્ટ બનાવતા મને 3 દિવસ થયા છે. અને લાઈફમાં મે પણ આવુ પહેલીવાર જ પેઈન્ટિંગ કર્યું છે..આ પેઈન્ટિંગ બનાવવું પણ થોડુ અઘરૂ હતું પણ બની ગયું છે સારી રીતે.
આ પેઈન્ટિંગ બનાવવા માટે મે મારો જીવ આમાં રેડી દીધો છે.મને જેવી જ ખબર પડી કે દર્શન રાવલ ઈમ્પિરિયલ હોટલમાં રોકાયો છે.જેથી હુ હોટલ પર ગયો હતો. જ્યાં સખત ભીડ હતી. જેથી હું ત્યાંથી નીકળી ગયો હતો.પછી હું રેસકોર્ષ ગ્રાઉન્ડમાં જ્યાં કોન્સર્ન હતો ત્યાં ગયો પણ ત્યાં પણ આપવાનો મોકો મળ્યો નહતો.
જેથી ત્યાંથી જ્યારે હોટલ પર પરત આવ્યાં ત્યાં મે તેમને બોડિગાર્ડને રજુઆત કરી હતી. જ્યારે મે આ આર્ટની વાત વિગતવાર જણાવી ત્યારે બોડિગાર્ડની આંખમાંથી પણ આંસુ આવી ગયા હતાં.તેમને મને પ્રોમિશ કર્યું કે હમણાં અમદાવાદમાં દર્શન રાવલનો કોન્સર્ન છે.ત્યાં તેઓ તેમને મળશે અને ત્યાં પેઈન્ટિંગ આપવા માટે કહ્યું છે.જયે કહ્યું કે આ આર્ટને હું તેમના સુધી પહોંચાડીને જ રહીશ.