Home /News /rajkot /

Sports News: રાજકોટમાં આજથી જામશે રંગારંગ SPL ટી-20 ટૂર્નામેન્ટ, જાણો SCAના પ્રમુખે આ લીગ વિશે શું કહ્યું

Sports News: રાજકોટમાં આજથી જામશે રંગારંગ SPL ટી-20 ટૂર્નામેન્ટ, જાણો SCAના પ્રમુખે આ લીગ વિશે શું કહ્યું

સૌરાષ્ટ્રના

સૌરાષ્ટ્રના પ્લેયર માટે આ બેસ્ટ ટૂર્નામેન્ટ છે!

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (Saurashtra Cricket Association) દ્વારા સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ (Saurashtra Premier League)  નો આજ સાંજથી પ્રારંભ થઇ રહ્યો છે. આ રંગારંગ ટૂર્નામેન્ટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન Khanderi Stadium ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાશે.

વધુ જુઓ ...

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન(Saurashtra Cricket Association)દ્વારા સૌરાષ્ટ્ર પ્રિમીયરલીગ (Saurashtra Premier League) નો આજ સાંજથી પ્રારંભ થઇ રહ્યો છે. રંગારંગ ટૂર્નામેન્ટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન Khanderi Stadiumખંઢેરીસ્ટેડિયમખાતે રમાશે. ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે મીડિયા સાથે ટૂર્નામેન્ટ વિશે વાત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના યુવાનો ક્રિકેટ રમતા નેશનલ ટીવી પર દેખાય એટલે પોતાની ટેલેન્ટ અન્ય રાજ્યમાં પણ જોવા મળે. મારા ખ્યાલથી સૌરાષ્ટ્રના યુવાનો માટે ઉભરી આવવા સૌથી સારું પ્લેટફોર્મ છે.


    સૌરાષ્ટ્રના યુવાનોનું ટેલેન્ટ બહાર આવશે


    SPLના કર્તાહર્તા જયદેવ શાહે વધુમાં જણાવ્યું હતું કે, અમે ટૂર્નામેન્ટનો ઘણા સમયથી વિચાર કરતા હતા, વચ્ચે કોવિડ-19 (Covid19)વચ્ચે પણ વિચાર હતો. પરંતુ અમે નક્કી કર્યું કે, હેલ્થ બહુ જરૂરી છે એટલે આપણે વચ્ચે ઉભી રાખી દીધી. સૌરાષ્ટ્રના યુવા ક્રિકેટરોને આટલું મોટું પ્લેટફોર્મ ગત સીઝનમાં મળ્યું હતું. આથી બાદમાં ફરી પ્લેટફોર્મ ઉભું કરી વધારેને વધારે યુવાનોને ફાયદો થશે.


    મિની IPL નહીં પણ IPL જેવું પ્લેટફોર્મ


    જયદેવ શાહે જણાવ્યુ કેસૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ સૌરાષ્ટ્રના પ્લેયર માટે બેસ્ટ ટૂર્નામેન્ટ છે. મિની IPL નહીં પણ IPL જેવું પ્લેટફોર્મ છે. સૌરાષ્ટ્ર માટે IPL છે. સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગની છેલ્લી સીઝનમાં ચેતન સાકરિયાએ હેટ્રીક લીધી હતી. પ્રેરક માકડ અને જયદેવ ઉનડકટ સારો રમ્યો હતો. જેનાથી તેમને IPLમાં જવાના ચાન્સિસ વધી ગયા હતા. ચાલુ સીઝનમાં પણ ખેલાડીઓનું પરફોર્મન્સ આખું ઇન્ડિયા જોશે. મારી એટલી અપીલ છે કે, સૌરાષ્ટ્રના ક્રિકેટમાં આટલી સારી તક મળે છે તો તેને છોડે નહીં. કાઠિયાવાડ એટલે આપણું સૌરાષ્ટ્ર,હાલાર, સોરઠ, ગોહિલવાડમાંથી ક્રિકેટની પ્રેરણા મળી હતી એટલે આપણે ટીમના નામ તેના પરથી રાખ્યા છે.


    ટૂર્નામેન્ટના પ્લેયર્સને IPLમાં જવાનો ચાન્સ વધી જશે


    સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ નિરંજન શાહે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના પ્લેયરોના એક્સપોઝર માટે સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ ઉભી કરી છે. સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગની પહેલી સીઝનને સફળતા મળતા બીજી સીઝનનું આપણે આયોજન કર્યું છે. BCCI આપણને માટે સ્પેશિયલ પરવાનગી આપી છે. કારણ કે, ટૂર્નામેન્ટ પછી તરત ઈન્ટરનેશનલ ટી-20નો મેચ છે. પણ અમને લાગે છે સફળતાપૂર્વક ટૂર્નામેન્ટ રમાશે અને આનાથી નવા યુવા પ્રતિભાઓ બહાર આવશે. તેમને IPLમાં જવાનો ચાન્સ વધી જશે. ટૂર્નામેન્ટ ખૂબ ક્વોલિટીવાળી છે. આનું IPLનું મિની સ્વરૂપ કહી શકાય. અમારા માટે 2022 અને 23માં જે ટૂર્નામેન્ટ થાય છે તેમાં સિલેક્શન કરવું સરળ બનશે અને દર વર્ષે ટૂર્નામેન્ટ રમાઇ તેવો પ્રયતન્ કરીશું.


    આ પણ વાંચો: જામનગરમાં યોજાયો ફેશન શો, 50થી વધુ મહિલાઓએ કર્યું રેમ્પ વોક, જુઓ Video

    કાઠિયાવાડવિસ્તારના નામ પરથી પડ્યા 5 ટીમના નામ


    1. સોરઠ લાઇન્સ,


    2. ઝાલાવડ રોયલ્સ,


    3. હાલાર હીરોઝ,


    4. કચ્છ વોરિયર્સ,


    5.ગોહિલવાડ ગ્લેડિએટર્સ


    વધુ માહિતી માટેસૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, રાજકોટ-જામનગર હાઇવે,
    રાજકોટ-360110. ફોન: +91 280 220000 તેમજ સૌરાષ્ટ્ર
    પ્રિમીયર લીગની વેબસાઇટhttp://www.spltwenty20.com/ ની મુલાકાત કરવા અનુરોધ છે.

    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Rajkot city, Sports news, રાજકોટ, સ્પોર્ટસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन