Mustufa Lakdawala,Rajkot : રાજકોટ ડિવિઝનનો સમર્પિત સ્ટાફ તેના આદરણીય ગ્રાહકોને સુખદ અને સલામત મુસાફરીનો અનુભવ આપવા માટે હંમેશા આરપીએફ સ્ટાફ અગ્રેસર છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ, તાજેતરમાં 26 જાન્યુઆરી, 2023ના રોજ ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલમાં કરણ કુમાર શાહ નામનો મુસાફર અમદાવાદથી સુરેન્દ્રનગર B/1 કોચમાં મુસાફરી કરી રહ્યો હતો અને ટ્રેનમાં જ તેની બેગ ભૂલી ગયો હતો.
આરપીએફ કંટ્રોલ રાજકોટને આ માહિતી મળતાની સાથે જ આરપીએફ ટ્રેન એસ્કોર્ટીંગ પાર્ટી (સુરેન્દ્રનગર-જામનગર)એ ટ્રેનમાં હાજરી આપીને ઉક્ત બેગ શોધી કાઢી હતી અને મુસાફરની માહિતી અનુસાર, સામાન S3માં મુસાફરી કરી રહેલા તેના સગા-સંબંધીને સોંપવામાં આવ્યો હતો. આ બેગમાં રૂ. 70,000/-ની કિંમતનું એચપી કંપનીનું લેપટોપ, રૂ. 1070/- રોકડા ધરાવતું પર્સ, હેન્ડ્સફ્રી 04 નંગ બેન્ક ક્રેડિટ કાર્ડ અને ખાવાની ચીજવસ્તુઓ સહિત કુલ કિંમત રૂ. 75040/-નો મુદ્દામાલ યોગ્ય કાર્યવાહી બાદ સોંપવામાં આવ્યો હતો.
તેવી જ રીતે, 26.01.2023 ના રોજ, રેલમદદ માં ફરિયાદ મળી હતી કે કેરસિંહ પરમાર નામનો મુસાફર મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ જતી વખતે ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો એક્સપ્રેસમાં તેની લેપટોપ બેગ ભૂલી ગયો છે. આ માહિતી આરપીએફ કંટ્રોલ રાજકોટને મળતા જ આરપીએફ સુરેન્દ્રનગરના અસિસ્ટેંટ સબ ઈન્સ્પેક્ટર મનોહરસિંહ ચંદ્રાવતે સુરેન્દ્રનગર સ્ટેશન પર ટ્રેનમાં હાજરી આપી હતી અને તેમાંથી રૂ.57000/-ની કિંમતનું એપલ કંપનીનું લેપટોપ ધરાવતું બેગ મળી આવ્યું હતું. બાદમાં મુસાફરના સગાને આરપીએફ ચોકી સુરેન્દ્રનગર ખાતે હાજર થયા બાદ યોગ્ય કાર્યવાહી કરી સોંપવામાં આવ્યો હતો.
રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન અને ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર પવન કુમાર વાસ્તવે સંબંધિત રેલકર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ ઝડપી કાર્યવાહી, પ્રમાણિકતા અને સમર્પણની પ્રશંસા કરી છે.