પિતા દીકરીને વાંકાનેર પાસે આવેલા પ્રાંસ ગામે માતાજીના મઢે સારું થઈ જશે તે આશ્રયથી લઈ ગયા હતા.
રાજકોટ શહેરના જામનગર રોડ પર શિવ શક્તિ સોસાયટીમાં રહેતા ગોપાલભાઈ બજાણીયાની દીકરી લક્ષ્મી બજાણીયાને ઘણા સમયથી છાતીમાં દુખતું હતું. જેના કારણે તે સુનમુન પણ રહેતી હતી. સોમવારના રોજ લક્ષ્મીને ઉલટી થતા તેની માતાએ તેના પિતાને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા.
રાજકોટ: આજના અત્યાધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા સાથે સામ્યતા ધરાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 20 વર્ષીય યુવતીને છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલે ન લઈ જતા માતાજીના મઢે લઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનામાં રાત્રિના સમયે આખરે દીકરીએ દમ તોડી દીધાની ચોંકાવારી ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના જામનગર રોડ પર શિવ શક્તિ સોસાયટીમાં રહેતા ગોપાલભાઈ બજાણીયાની દીકરી લક્ષ્મી બજાણીયાને ઘણા સમયથી છાતીમાં દુખતું હતું. જેના કારણે તે સુનમુન પણ રહેતી હતી. સોમવારના રોજ લક્ષ્મીને ઉલટી થતા તેની માતાએ તેના પિતાને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા. ઘરે આવ્યા બાદ દીકરીને વાંકાનેર પાસે આવેલા પ્રાંસ ગામે માતાજીના મઢે સારું થઈ જશે તે આશ્રય થી લઈ ગયા હતા.
ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં મૃતક ના પિતા ગોપાલભાઈ બજાણીયાએ જણાવ્યું હતું કે, માતાજીના મઢે દર્શન કરાવ્યા બાદ દીકરીને સારું થઈ ગયું હતું. તેણે ઘરે આવીને રાત્રિનું જમણ પણ જમ્યું હતું. પરંતુ અચાનક રાત્રિના બે વાગ્યા દરમ્યાન દીકરીને ફરી એક વખત તકલીફ થતા તેને 108 મારફત રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સમગ્ર બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. મોતનું કારણ જાણવા માટે મૃતદેહનું પીએમ પણ કરાવવામાં આવ્યું હતું. ત્યારે પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોત અંગેનું સાચું કારણ સામે આવશે.
જાણવા મળતી વિગતો અનુસાર ગોપાલભાઈ બજાણીયા પોતે પાનની કેબિન ચલાવતા હોવાનું સામે આવ્યું છે. તેમજ સંતાનમાં તેમને બે દીકરા અને બે દીકરી હોવાનું પણ જાણવા મળ્યું છે. લક્ષ્મી ચારે સંતાનોમાં સૌથી મોટી હોવાનું સામે આવ્યું છે. ત્યારે સવાલ તો એ થાય છે કે પરિવાર દીકરીને મંદિરે લઈ જવાને બદલે જો સમયસર હોસ્પિટલે લઈ ગયો હોત તો આજે દીકરી જીવતી હોત.