Home /News /rajkot /Rajkot: હવે તો જુવારને પણ લાગી મોંઘવારીની નજર, ભાવ એવો કે જાણીને ભુખ મરી જશે!

Rajkot: હવે તો જુવારને પણ લાગી મોંઘવારીની નજર, ભાવ એવો કે જાણીને ભુખ મરી જશે!

યાર્ડમાં ગરીબોનું અનાજ બન્યું મોંઘુદાડ, જુવારના ભાવ આસમાને.

તમને જણાવી દયે કે રાજકોટ માર્કેટ યાર્ડમાં જુવારના મણના ભાવ 750થી 951 રૂપિયા બોલાઈ રહ્યાં છે.જ્યારે ઘઉંના ભાવની વાત કરવામાં આવે તો ઘઉંના ભાવ 525થી 575 બોલાઈ રહ્યાં છે.

    Mustufa Lakdawala,Rajkot : રાજકોટ માર્કેટ યાર્ડમાં ગરીબોનું અનાજ જુવાર મોંઘુ દાડ બની ગયું છે.કારણ કે માર્કેટ યાર્ડમાં અનાજનો ભાવ આસમાને પહોંચી ગયો છે. જેથી ગરીબોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. એક તરફ મોંઘવારી વધી રહી છે અને બીજી તરફ કોરોનાના કેસ વધી રહ્યાં છે. એવામાં અનાજના ભાવ આસમાને પહોંચી ગયા છે.

    ચીન અને જાપાનમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.એવામાં કોરોનાના કેસ ભારતમાં પણ સામે આવી રહ્યાં છે. ત્યારે બીજી તરફ અનાજના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેથી ગરીબો માથે આભ ફાટી પડ્યા જેવી સ્થિતિ ઉભી થઈ છે.



    ગરીબોનું અનાજ એટલે ઘઉં અને જુવાર.ત્યારે રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘઉં અને જુવારના ભાવ આસમાને પહોંચી ગયા છે.જેથી ગરીબોની સાથે સાથે મધ્યમ વર્ગીય લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે. કારણ કે ઘઉં અને જુવારના ભાવ વધી ગયા છે.

    જાણો શું છે રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘઉં-જુવારના ભાવ

    તમને જણાવી દયે કે રાજકોટ માર્કેટ યાર્ડમાં જુવારના મણના ભાવ 750થી 951 રૂપિયા બોલાઈ રહ્યાં છે.જ્યારે ઘઉંના ભાવની વાત કરવામાં આવે તો ઘઉંના ભાવ 525થી 575 બોલાઈ રહ્યાં છે.જ્યારે ટુકડા ઘઉંના ભાવ 525 થી 621એ પહોંચી ગયા છે.આમ માર્કેટ યાર્ડમાં ઘઉં કરતા જુવારના ભાવ આસમાને પહોંચી ગયા છે.
    First published:

    Tags: Local 18, એપીએમસી, ખેડૂત, રાજકોટ