Home /News /rajkot /Rajkot : એક સમયે પંખે લટકવાની હતી આ મહિલા, આજે કરી રહ્યાં છે એવું કામ કે જાણીને ગર્વ થશે!

Rajkot : એક સમયે પંખે લટકવાની હતી આ મહિલા, આજે કરી રહ્યાં છે એવું કામ કે જાણીને ગર્વ થશે!

હોસ્પિટલેથી ઘરે આવીને પૂજાબેને દિવ્યાંગ પુત્ર સાથે પંખે લટકીને આત્મહત્યા કરવાના હતા, પરંતુ ડોક્ટરના એક ફોને તેમને હિમ્મત અપાવી ને આજે તેઓ અનેક દિવ્યાંગ બાળકોનો સહારો બન્યા છે.

હોસ્પિટલેથી ઘરે આવીને પૂજાબેને દિવ્યાંગ પુત્ર સાથે પંખે લટકીને આત્મહત્યા કરવાના હતા, પરંતુ ડોક્ટરના એક ફોને તેમને હિમ્મત અપાવી ને આજે તેઓ અનેક દિવ્યાંગ બાળકોનો સહારો બન્યા છે.

  Mustufa Lakdawala,Rajkot : રાજકોટમાં દિવ્યાંગોની સાર સંભાળ રાખતી પ્રયાસ પેરેન્ટ્સ અસોસિએશન દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશનના પૂજાબેન પટેલ સાથે દિવ્યાંગ બાળકોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. દિવ્યાંગો ગરબે ઘૂમતા હતા ત્યારે તેઓ બહુ જ ઉત્સાહમાં જોવા મળ્યા હતા. નવરાત્રિના પહેલા દિવસે દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધારવા ધારાસભ્ય ગોવિંદ પટેલ, મેયર. ડો.પ્રદીપ ડવ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા સહિતના રાજકીય આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્ય હતા.

  પ્રયાસ પેરેન્ટ એસોસિએશન સંસ્થા દિવ્યાંગ બાળકોના માતા-પિતા દ્વારા ચલાવવામાં આવે છે. જેનું સમગ્ર સંચાલન પૂજાબેન પટેલ દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થામાં દિવ્યાંગ બાળકોને સંગીત-ચિત્ર વગેરે જેવી કળાઓની મદદથી તાલીમ આપવામાં આવે છે. અહીં ડાઉ સિન્ડ્રોમ, સેરેબ્રલ પાલ્સી, મલ્ટીપલ ડિસેબિલિટી અને ઓટીઝમગ્રસ્ત બાળકોને તાલીમબધ્ધ કરવામાં આવે છે. આ ઉપરાંત દિવ્યાંગ બાળકોને રિડિંગ, રાઇટિંગ, ડાન્સ અને કૂકિંગ શીખવવામાં આવે છે.  પૂજાબેને ઘણા દુઃખો વેઠ્યા છતાં હિમ્મત ન હાર્યા

  રાજસ્થાનમાં પતિ સાથે રહેતી પૂજાબેન ગર્ભાવસ્થા દરમિયાન જાત જાતના સપનાઓ જોતી હતી. પરંતુ પૂજાબેનનો માનસિક દિવ્યાંગ દીકરો વાસુ દોઢ વર્ષનો થયો પણ ન બોલી શકે, ન ચાલી શકે કે ન સમજી શકે. જયપુરમાં સીબીસીના હેડ ડો. એસ.જે. સીતારામન પાસે વાસુની સારવાર ચાલતી હતી. એક વખત વિદેશી ડોક્ટરોની એક ટીમ જયપુર આવી ત્યારે ડો.સીતારામને પૂજાને આ બાબતે જાણ કરી અને વાસુને આ નિષ્ણાંત ડોક્ટરોની ટીમને બતાવવા માટે સુચન કર્યુ. વાસુને તપાસીને વિદેશી ડોક્ટરોએ જ્યારે પૂજાને સમજાવ્યું કે આ બાળક આજીવન આવુ જ રહેશે. ત્યારે પૂજા સાવ પડી ભાંગી હતી.  પુત્ર સાથે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો

  હોસ્પિટલેથી ઘરે આવીને પૂજા વાસુને લઇ રૂમમાં જતા રહ્યાં. રૂમને અંદરથી લોક કરી દીધો. દીકરાને લાચાર બનીને જીવતા જોવો એના કરતા મરી જવું સારું એવું વિચારીને આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો. પંખા સાથે એકને બદલે 2 ચૂંદડીઓ લટકાવી. એક પોતાના માટે અને બીજી દીકરા વાસુ માટે. પોતાની સાથે દિકરાના જીવનનો પણ અંત આણવાના ઇરાદા સાથે ગળામાં ચૂંદડીનો ગાળીયો નાંખે એ પહેલા મોબાઇલ રણક્યો. મોબાઇલ સામે જોયું તો ડો.સીતારામનનો ફોન હતો. મરતા પહેલા ડોક્ટર સાથે છેલ્લી વાત કરતી જાવ એમ વિચારીને ફોન ઉપાડ્યો.

  આત્મહત્યાનો વિચાર ટાળી દીકરાને ઉછેરવાનો સંકલ્પ

  પૂજાના ભારે અવાજ અને રડવા પરથી જ ડોક્ટર વાત સમજી ગયા. પૂજાબેને પણ પોતાના ઇરાદાની ડોકટરને વાત કરી. ડોકટરે કહ્યું, ‘બેટા, તારે મરવું હોય તો મરજે મને કોઇ વાંધો નથી પણ એક વખત મને મળ. હું તને તારા દીકરાના સોગંદ આપુ છું મને મળવા અત્યારે જ દીકરાને સાથે લઇને મારા ઘરે આવ.’પૂજા દીકરા વાસુને લઇને ડો. સીતારામનના ઘરે પહોંચી. ડોક્ટરે બીજી કોઇ સલાહ સુચન આપ્યા વગર પ્રથમ તો વાસુને એની પાસે લઇ લીધો પછી પૂજાને કહ્યું આજથી આ દીકરો મારો છે. આ દીકરાને કારણે જ તું મરવાની હતી ને, આજથી હું તને આ છોકરાની જવાબદારીમાંથી મુક્ત કરુ છું હવે તારે જે કરવું હોય તે કર. ડો.સીતારામને પૂજાને એક પ્રશ્ન કર્યો, “તે શ્રીમદ ભગવતગીતા વાંચી છે? પૂજાએ હા પાડી એટલે ડોક્ટરે ખૂબ સરસ વાત કરી ‘ તેં માત્ર ગીતા વાંચી છે, હજુ સમજી નથી. તારો આ દીકરો તારા જ કોઇ પૂર્વ જન્મના ફળરૂપે તારી પાસે આવ્યો છે. તારા કર્મફળથી તું કેટલા જન્મ ભાગતી રહીશ? પૂજાને આ વિચારે ચકરાવે ચડાવી. એણે રડવાનું બંધ કર્યુ અને દીકરાને અનહદ પ્રેમ આપીને ઉછેરવાનો સંકલ્પ કર્યો.
  First published:

  Tags: Navratri 2022, દિવ્યાંગ, માતા, રાજકોટ

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन