Home /News /rajkot /રાજ્યનો સૌ પ્રથમ સિક્સલેન બ્રિજ રાજકોટમાં, મુખ્યમંત્રી કરશે લોકાર્પણ 

રાજ્યનો સૌ પ્રથમ સિક્સલેન બ્રિજ રાજકોટમાં, મુખ્યમંત્રી કરશે લોકાર્પણ 

ગોંડલ ચોકડી ખાતે નવનિર્માણ પામેલા બ્રિજ 1.2 કિલોમીટર લાંબો

રાજ્યનો સૌ પ્રથમ એલિવેટેડ બ્રિજ રાજકોટમાં. 1.2 કિલો મીટર લાંબો છે આ એલિવેટેડ બ્રિજ. 89.29 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો બ્રિજ.

રાજકોટ: શહેરને વધુ એક ભેટ મળવા જઈ રહી છે. રાજ્યનો સર્વ પ્રથમ સિક્સલેન એલિવેટેડ બ્રિજ રાજકોટમાં નવનિર્માણ પામ્યો છે. જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. શહેરના ગોંડલ ચોકડી વિસ્તારમાં આ ઓવરબ્રિજ નવનિર્માણ પામ્યો છે.

ગોંડલ ચોકડી ખાતે નવનિર્માણ પામેલા બ્રિજ 1.2 કિલોમીટર લાંબો

ગોંડલ ચોકડી ખાતે નવનિર્માણ પામેલા બ્રિજ 1.2 કિલોમીટર લાંબો છે. આ સિક્સલેન બ્રિજ આશરે 89.29 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે. આ બ્રિજને ઉભો કરવા માટે 45 મીટરના 12 ગડર મૂકવામાં આવ્યા છે. તેમજ 30 મીટરના 20 ગડર દ્વારા આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રિજનું નિર્માણ કાર્ય નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરાવવામાં આવ્યું છે.



ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે

તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે બ્રિજના નવનિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજે આ બ્રિજ તૈયાર થઈ જતા ટ્રાફિકની સમસ્યામાંથી મહદ અંશે મુક્તિ મળશે. રાજકોટ શહેરના ગોંડલ ચોકડી વિસ્તાર જૂનાગઢ તરફથી રાજકોટનો મુખ્ય પ્રવેશદ્વાર પણ માનવામાં આવે છે. તેમજ રાજકોટના લોકોને જૂનાગઢ તેમજ અમદાવાદ જવા માટે આ હાઈવે શહેરને જોડતો હોય છે. આ બ્રિજના નિર્માણ કાર્ય પહેલા ગોંડલ ચોકડી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા એ સૌથી મોટી સમસ્યા રહેતી હતી. રાજકોટથી શાપર તેમજ ગોંડલ તરફ દરરોજ ત્રણ લાખથી પણ વધુ વાહનચાલકો કામ ધંધા માટે અપડાઉન કરતા હોય છે તો અમદાવાદથી રાજકોટ બાયપાસ થઈને જૂનાગઢ, સોમનાથ જતાં વાહનચાલકોને પણ ગોંડલ ચોકડી પાસે ટ્રાફિકની નડતી સમસ્યા સામે મુક્તિ મળશે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Gujarat News, Rajkot News