Home /News /rajkot /Rajkot Rathyatra : રાજકોટમાં નીકળશે ભગવાન જગન્નાથજીની 15મી રથયાત્રા, જાણો શું છે વિશેષતા

Rajkot Rathyatra : રાજકોટમાં નીકળશે ભગવાન જગન્નાથજીની 15મી રથયાત્રા, જાણો શું છે વિશેષતા

X
રાજકોટ

રાજકોટ રથયાત્રા

Rajkot Rathyatra : 1 જુલાઈએ અષાઢી બીજ છે, આ દિવસે દેશભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા (Rathyatra of Lord Jagannath) નીકળે છે. ત્યારે રાજકોટમાં પણ આ વર્ષે 15મી રથયાત્રા (15th Rathyatra 2022) ભવ્ય રીતે નીકળશે.

  Mustufa Lakdawala, Rajkot: 1 જુલાઈએઅષાઢી બીજ છે, દિવસે દેશભરમાંભગવાન જગન્નાથની રથયાત્રા(Rathyatra of Lord Jagannath) નીકળે છે. ત્યારે રાજકોટમાં પણ વર્ષે 15મી રથયાત્રા(15th Rathyatra 2022) ભવ્ય રીતે નીકળશે. રાજકોટ મોકાજી સર્કલ પાસે કૈલાશધામ આશ્રમ જગન્નાથ મંદિરેથી(Kailashdham Ashram at Jagannath Temple) સવારે 8.30 વાગ્યે રથયાત્રા પ્રસ્થાન કરશે. જે 22 કિમીના રૂટમાં શહેરના અનેક વિસ્તારોમાં ફરી ભગવાન નગરચર્યા કરશે. રથયાત્રાની વિશેષતા શું છે તેના વિશે મંદિરના મહંતે ખાસ વાતચીત કરી હતી.


  રથને સ્પર્શ કરે તે લોકોનું પણ કલ્યાણ થઈ જાય


  કૈલાશધામ આશ્રમ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મનમોહનદાસે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથની રથયાત્રા 1 જુલાઈએ નીકળશે. રથની વિશેષતા વિશે વાત કરવામાં આવે તો પ્રથમ રથમાં બલભદ્ર, બીજા રથમાં સુભદ્રાજી અને ત્રીજા રથમાં ભગવાન જગન્નનાથ બિરાજમાન થશે. ભગવાન નગરચર્યાએ નીકળે ત્યારે રથને સ્પર્શ કરે તે લોકોનું પણ કલ્યાણ થઈ જાય છે. જો રથના દોરડા ખેંચે તેના હાથમાં અશુભ રેખાઓ શુભ રેખામાં પરિવર્તન પામે છે. રથમાં ભગવાનનું દિવ્ય રૂપ જોવા મળે છે. જે ભાવિકો મંદિર આવતા નથી તેમને ભગવાન સામે ચાલીને નગરચર્યાએ નીકળી દર્શન આપે છે. ભગવાનના દર્શન માત્રથી લોકોનું જીવન મંગલમય અને સુખમય બની જાય છે.


  ધ્વજા લહેરાય એટલે લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય


  રથની ઉપર ધ્વજા પંચરંગી ધ્વજા હોય છે. ધ્વજા લહેરાય એટલે લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ભગવાનની અસીમ કૃપાથી વર્ષે રથયાત્રા યોજાશે. અત્યારસુધીમાં એક પણ વિઘ્ન આવ્યું નથી. બધા રાજકોટવાસીઓ પર ભગવાન કૃપાદ્રષ્ટિ રાખે તેવી પ્રાર્થના છે. રથયાત્રાનો 22 કિલોમીટરનો રૂટ છે અને નિજ મંદિરમાં ભગવાન પરત આવે ત્યારે મહાઆરતી કરવામાં આવશે. ભગવાનની મૂર્તિ જોઇને લોકો રથયાત્રામાં જોડાઇ તેવી અપીલ છે. બધી જગ્યાએ રથયાત્રા થાય છે. પરંતુ રાજકોટની રથયાત્રાની વિશેષતા છે કે, સાધુ-સંતો અને લોકો કરતબો દેખાડશે. રાસ-મંડળી ભગવાન કૃષ્ણએ લીલા કરી છે લીલા આખા શહેરમાં લોકોને જોવા મળશે. એક જન્મનો નહીં અનેક જન્મનો ભાગ્યોદય થાય છે.


  રથયાત્રા આદિકાળથી ચાલી આવતી પરંપરા છે


  હિન્દુ યુવા ગુજરાતના પ્રમુખ હરપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટની રથયાત્રાનું 15મું વર્ષ છે. સવારે 8 વાગ્યે રથયાત્રા પ્રસ્થાન થાય છે અને સાંજે નિજ મંદિરમાં પરત ફરે છે. બપોરે 2થી 2.30 વાગ્યે ભૂપેન્દ્ર રોડ પર મામેરાની વિધિ થતી હોય છે. અહીં જમણવાર કરી રથયાત્રા આગળ પ્રસ્થાન કરે છે. કોરોનાને કારણે બે વર્ષથી રથયાત્રા બંધ હતી. પરંતુ વર્ષે રથયાત્રાનું આયોજન થતા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આદિકાળથી પરંપરા ચાલી આવી છે જેને આગળ વધારીએ છીએ.


  જગન્નાથજી રથયાત્રાનો રૂટ


  કૈલાસધામ આશ્રમ નાનામોવાથી સવારે 8-30 કલાવે જગન્નાથજી રથયાત્રાનો જય જગન્નાથના જયઘોષ સાથે પ્રારંભ થશે. ગામો ગામના સંતો-મહંતો, રાજકીય, સામાજીક, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ રથયાત્રામાં જોડાશે. નાના મોવાથી મોકાજી સર્કલ, વૃંદાવન સોસાયટી, નીલ-દા-ધાબા, પુષ્કરધામ, આલાપ એવન્યુ, શકિતનગર (જે.કે. ચોક), આકાશવાણી ચોક, યુનિ. રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, તુલસી બંગલો, રૈયા ચોકડી, કિશાનપરા ચોક, સદરબજાર, હરિહર ચોક, પંચનાથ મહાદેવ, લીમડા ચોક, ત્રિકોણ બાગ, સાંગણવા ચોક, ભુપેન્દ્ર રોડ, સ્વામિનારાયણ મંદિર, આશાપુરા મંદિર, કેનાલ રોડ, કેવડાવાડી મેઈન રોડ, સોરઠીયા વાડી સર્કલ, કોઠારીયા રોડ, નિલકંઠ ટોકીઝ, દેવપરા, યાદવનગર, સરકાર મેઈન રોડ, નારાયણનગર, પીડીએમ કોલેજ, સ્વામીનારાયણ ચોક, આનંદ બંગલા ચોક, ફાયરબ્રિગેડ, ચંદ્રેશનગર મેઈન રોડ, રાજનગર ચોક, નાના મૌવા મેઈન રોડ, સર્કલ, શાસ્ત્રીનગર, અલય પાર્ક, ગોવિંદ પાર્ક થઈને કૈલાશધામ આશ્રમ-નીજ મંદિરે સંપન્ન થશે ત્યારબાદ મહાઆરતી થશે.વિધવિધ જગ્યા ઉપર હોસ્પિટલ અને ફાયર સ્ટેશન આવી રહ્યા છે.અને તેનું પણ ખાસ કારજી રાખી ને યાત્રા કાઢવામાં આવશે.


  આ પણ વાંચોRajkot: પાણી પહેલા પાળ! રાજકોટમાં ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ, 24 ક્લાક રહેશે કાર્યરત

  રથયાત્રામાં 1307 પોલીસ જવાનો તૈનાત રહેશે


  રથયાત્રામાં ADDG કક્ષાના 2 અધિકારી, DCP કક્ષાના 3 અધિકારી, ACP કક્ષાના 5 અધિકારી, PI કક્ષાના 16 અધિકારી, PSI કક્ષાના 51 અધિકારી, મહિલા PSI કક્ષાના 10 અધિકારી, SRPના 40 જવાનો, ASI, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, હોમગાર્ડ, ટ્રાફિક બ્રિગેડ સહિતના કુલ 1307 જેટલા પોલીસ કર્મીઓ તેમજ જવાનો હાજર રહેશે. તેમજ 60 જેટલા બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. રથયાત્રા રૂટ પર ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. જગન્નાથજીની યાત્રા 22 કિલોમીટરની રહેશે. રથયાત્રાનો પ્રારંભ સવારે આઠ વાગ્યે થશે અને સાંજે સાત વાગ્યે નિજ મંદિરે પરત ફરશે.

  Published by:kiran mehta
  First published:

  Tags: Latest News Rajkot, Rajkot News, Rathyatra, રથયાત્રા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन