Mustufa Lakdawala,Rajkot : કહેવાય છે કે અંગદાન મહાદાન છે.જો વ્યક્તિના ગયા પછી બીજા લોકોને નવુ જીવન મળે તો એનાથી મોટુ દાન ક્યું કહેવાય.એવામાં રાજકોટમાં પૌત્રીને મળેલા અંગદાનથી પ્રેરણા લઈને પરિવાર મોભીના અંગોનું દાન કર્યું છે.આ અંગ દાન થકી 3 લોકોને નવુ જીવન મળ્યું છે.
રાજકોટમાં અલગ અલગ સામાજીક સંસ્થાઓ દ્વારા મળીને અંગદાનની ઝુંબેશ પણ ચલાવવામાં આવે છે.છેલ્લા થોડા સમયમાં થયેલા બ્રેઈનડેડ થયેલા હતભાગીઓના અંગોના દાન થકી અનેક લોકોને નવજીવન મળ્યા છે.ત્યારે પૌત્રીને દોઢ વર્ષ પહેલાં મળેલા કિડનીદાનથી પ્રેરાઈને રાજકોટના પરિવારે મોભીના અંગોનું દાન કરી ત્રણ લોકોને જીવન આપ્યું છે.
મળતી માહિતી અનુસાર રાજકોટમાં રહેતા 69 વર્ષીય હરસમુખભાઈ વિઠ્ઠલભાઈ માકડિયાનું નિધન થતાં., પરિવારે કપરી પરિસ્થિતિમાં પણ હિંમત રાખી તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. તમને જણાવી દયે કે હરસુખભાઈ માકડિયાને 20 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.પણ છ કલાકની સઘન સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું.અને હરસુખભાઈને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતાં.
હોસ્પિટલના લોકોએ પરિવારને અંગદાનનું મહત્વ સમજાવતા પરિવારે અંગદાનની મંજુરી આપી હતી.બાદમાં હરસુખભાઈના લીવર અને બંને કિડની દાનમાં આપવામાં આવી હતી.આ અંગોને તાત્કાલિક સુરત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
હરસુખભાઈના ત્રણ અંગો એક લીવર અને બે કિડનીથી અત્યારે 3 લોકોને નવું જીવન મળ્યું છે. તમને જણાવી દયે કે હરસુખભાઈના પૌત્રીને આજથી દોઢેક વર્ષ પહેલાં કિડની ફેઈલ થઈ જતાં તેને એક કિડનીનું દાન મળ્યું હતું જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. આ ઘટનાથી પ્રેરાઈને પરિવારજનો અંગદાન પ્રત્યે જાગૃત થઈને પરિવારના મોભીનું નિધન થવાની અંગોનું દાન કર્યું હતું.