Rajkot News: રાજકોટમાં વ્યાજખોરોનો આતંક વધતો જ જાય છે. તો બીજી તરફ આવી ઘટનાઓને પગલે પોલીસ તંત્રની નિષ્ફળતા સામે આવી ગઈ છે. શહેરના વ્યાજખોરોમાં પોલીસનો ડર નથી રહ્યો તેવી જ એક ઘટના સામે આવી છે.
રાજકોટઃ શહેરમાં વ્યાજખોરોનો આતંક વધતો જ જાય છે. તો બીજી તરફ આવી ઘટનાઓને પગલે પોલીસ તંત્રની નિષ્ફળતા સામે આવી ગઈ છે. શહેરના વ્યાજખોરોમાં પોલીસનો ડર નથી રહ્યો તેવી જ એક ઘટના સામે આવી છે. જેમાં વ્યાજખોરે જાહેરમાં પૈસા લેનાર વ્યક્તિની પૌત્રવધૂ સાથે અડપલાં કર્યા હતા અને કહ્યુ હતુ કે, ‘જો વ્યાજે લીધેલા પૈસા પરત આપવા ન હોય તો તારી નણંદ રાત્રે આવવાની છે તેની સાથે તું પણ આવી જજે.’
જાહેરમાં વ્યાજખોરે અડપલાં કર્યા
રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 21 વર્ષીય પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું હતું કે, ‘સાંજે પાંચ વાગ્યાના અરસામાં ઘર નજીક જ દૂધ લેવા ગઈ હતી. દૂધ લઈ પરત આવી રહી હતી, ત્યારે મહાત્મા ગાંધી પ્લોટ વિસ્તારમાં રહેતો પપ્પુ મકવાણા મારી પાસે આવ્યો હતો અને તેણે મને કહ્યું હતું કે, તારા દાદાજી સસરાને મેં 30,000 રૂપિયા આજે આપ્યા હતા. મારે હાલમાં રૂપિયા 20,000ની જરૂર છે તે આપી દે. જેના જવાબમાં મેં કહ્યું હતું કે, મારા દાદાજી સસરાએ પૈસા લીધા હોય તેની જાણ મને નથી. આટલું કહેતા પપ્પુ મકવાણા ઉશ્કેરાઈ ગયો હતો અને મારો હાથ પકડીને ચેનચાડા કરવા માંડ્યો હતો. આટલાથી જ નહીં અટકતા તેણે મને કહ્યું હતું કે, વ્યાજે લીધેલા પૈસા આપવા ન હોય તો રાત્રે તારી નણંદ આવવાની છે તેની સાથે તું પણ આવી જજે. ક્યારેક ગભરાઈ ગયેલી પરણીતા રડતા રડતા ઘરે પહોંચી હતી અને પોતાની નણંદને પોતાની સાથે બનેલી આપવીતી જણાવી હતી.’
પરિવારજનોની પગતળેથી જમીન ખસી ગઈ
ભોજાઈની વાત સાંભળીને પરિવારજનોના પગતળેથી જમીન ખસી ગઈ હતી. ત્યારે નણંદે પણ પપ્પુનો ભોગ બની હોવાની વાત કબૂલી હતી. નણંદે ભોજાઈને જણાવ્યુ હતુ કે, ‘પપ્પુ મકવાણા એ મારી સાથે પણ અડપલા કર્યા હતા. તેમજ ધાકધમકી આપતા મને જણાવ્યું હતું કે, પૈસા ન હોય તો રાત્રે મારા ઘરે આવી જજે હું તમામ પૈસા માફ કરી દઈશ.’