Home /News /rajkot /Rajkot: Police લખેલી ટુ વ્હીલમાં આવીને લુખ્ખાઓએ કરી ગાળાગાળી, મામલો ગૃહમંત્રી સુધી પહોંચ્યો!

Rajkot: Police લખેલી ટુ વ્હીલમાં આવીને લુખ્ખાઓએ કરી ગાળાગાળી, મામલો ગૃહમંત્રી સુધી પહોંચ્યો!

X
રાજકોટમાં

રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક મામલો બીચક્યો

આ સાથે જ આ લુખ્ખા તત્વોએ છરી બતાવીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. જો કે લોકો ત્યાં ભેગા થઈ જતા લોકોએબંને યુવકને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.જેથી બંને નાસી ગયા હતા અને બંને ફુલ નશામાં હોવાનું જાણવા મળ્યું હતું.

    Mustufa Lakdawala,Rajkot : રંગીલુ રાજકોટ હવે ધીમે ધીમે ક્રાઈમ નગરી રાજકોટ બની રહ્યું છે. રાજકોટમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે.એવામાં ફરી એકવાર લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. જેને લઈને સમગ્ર મામલો છેક ગૃહમંત્રી સુધી પહોંચી ગયો છે.

    રાજકોટના સર્વેશ્વર ચોકમાં વેપારીને લુખ્ખા તત્વોએ ગાળો આપતા મામલો ગૃહમંત્રી સુધી પહોંચી ગયો છે.કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત દ્વારા પોલીસ કમિશનર અને ગૃહરાજ્ય મંત્રીને પત્ર લખીને રજુઆત કરી છે. મહેશ રાજપુતે વેપારીઓ અને લોકોને ધમકાવતા હોય તેવા ફોટો પણ મોકલ્યા છે.



    કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે પત્રમાં લખ્યું છે કે 1 ફેબ્રુઆરીએ સાંજે 8 વાગ્યે 2 વ્યક્તિ નંબર પ્લેટ વગરની ગાડી લઈને આવ્યા હતા અને ગાડીમાં પોલીસ લખેલુ હતું.જેઓએ સર્વેશ્વર ચોકમાં બેફામ લોકોને ગાળો આપી હતી. જે બાદ મહેશ રાજપૂતે તેમને ટપારતા તેઓ જતા રહ્યાં હતા. પણ ફરી આવ્યા હતા અને મહેશ રાજપૂત સાથે પણ ગાળાગાળી કરી હતી.

    આ સાથે જ આ લુખ્ખા તત્વોએ છરી બતાવીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. જો કે લોકો ત્યાં ભેગા થઈ જતા લોકોએ બંને યુવકને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.જેથી બંને નાસી ગયા હતા અને બંને ફુલ નશામાં હોવાનું જાણવા મળ્યું હતું.

    ત્યારે કોંગ્રેસના નેતાની માંગ છે કે આ વિસ્તારમાં મહિલાઓ અને બહેનોની અવરજવર થતી હોય છે. ત્યારે આવા પ્રકારના લુખ્ખા તત્વોનો આતંક જોવા મળે તે ખરેખર શરમજનક ઘટના કહેવાય.જેથી આ વિસ્તારમાં એક પોલીસ કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવે અને કેમેરા પણ લગાવવામાં આવે.મહેશ રાજપુતે વેપારીઓ અને લોકોને ધમકાવતા હોય તેવા ફોટો પણ મોકલ્યા છે.
    First published:

    Tags: Local 18, ગુનો, પોલીસ, રાજકોટ

    विज्ञापन