Home /News /rajkot /રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક, ટી સ્ટોલમાં તોડફોડ CCTVમાં કેદ

રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક, ટી સ્ટોલમાં તોડફોડ CCTVમાં કેદ

અસામાજિક તત્વોએ લાકડી અને ધોકા વડે તોડફોડ કરી.

Rajkot Crime: રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક. અસામાજિક તત્વોએ લાકડી અને ધોકા વડે તોડફોડ કરી. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

    રાજકોટ: શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. રેલનગર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અહીં એક ટી સ્ટોલમાં કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. કેટલાક યુવકોએ લાકડી અને ધોકા વડે તોડફોડ કરી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. જેમાં અસામાજિક તત્વોનો આતંક જોઇ શકાય છે.

    શકિત ટી સ્ટોલ નામની હોટલ પર કર્યો પથ્થરમારો

    રેલનગર વિસ્તારમાં આવેલા શક્તિ ટી સ્ટોલમાં યુવકોએ લાકડી અને ધોકા લઈને તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, કેટલાક યુવકો બાઈક પર આવ્યા હતા અને હાથમાં ધોકા અને લાકડીઓથી ટી સ્ટોલ પર ફટકા માર્યા હતા. કેટલાક યુવકોએ ટી સ્ટોલના વીજળીના બલ્બમાં પણ તોડફોડ કરી હતી. આ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.


    આ પણ વાંચો: પત્નીએ જ પતિનું ગળું દબાવી કરી નાખી હત્યા, અમદાવાદની ચોંકાવનારી ઘટના

    ફરી એક વખત અસામાજિક તત્વો બેફામ

    ઉલ્લેખનીય છે કે, અસામાજિક તત્વો દ્વારા પથ્થમારો કરી તોડફોડ કરવામાં આવતાં આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ છવાયો હતો. સાથે જ આસપાસના લોકો પણ એકઠા થઇ ગયા હતા. જોકે, હજુ સુધી જાણવા મળ્યું નથી કે, કેમ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો અને તોડફોડ કરી હતી? આમ, ફરી એક વખત અસામાજિક તત્વો બેફામ બન્યા છે. જાણે પોલીસને કોઇ ડર ન હોય તેમ જાહેરમાં આતંક મચાવી રહ્યા છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Crime news, Gujarat News, Rajkot News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन