રાજકોટ: રાજકોટ-જૂનાગઢ હાઇવે પર ટેમ્પોએ બાઇકને અડફેટે લીધી છે. આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો છે. અકસ્માતમાં બાઇક પર સવાર શૈલેસ નિતેશભાઈ ગોહેલ અને સુજેલ રૂપેશભાઈ ગોહેલના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. બંને મૃતકોને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યા છે. આ અકસ્માત બાદ તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. જેના કારણે શૈલેસ નિતેશભાઈ ગોહેલ અને સુજેલ રૂપેશભાઈ ગોહેલના ઘટના સ્થળ મોત થતા પરિવારમાં દુખનો માહોલ છવાયો છે રાજકોટ-જૂનાગઢ નેશનલ હાઇવે પર જેતલસર રેલવે ઓવરબ્રિજ નજીક અકસ્માત સર્જાયો છે. છોટા હાથી ટેમ્પોએ બાઈક ચાલકને ટક્કર મારતા કરૂણ અકસ્માત સર્જાયો હતો. આ બંને મૃતકોને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. આ અકસ્માત બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ બંને લોકનાં મૃતદેહને પોસ્ટમોર્ટ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.