Home /News /rajkot /Ranji Trophy: સૌરાષ્ટ્રનો દબદબાભેર સેમી ફાઇનલમાં, નવમાં ક્રમે આવેલા પાર્થે બધાના દિલ જીત્યા!

Ranji Trophy: સૌરાષ્ટ્રનો દબદબાભેર સેમી ફાઇનલમાં, નવમાં ક્રમે આવેલા પાર્થે બધાના દિલ જીત્યા!

રણજી ટ્રોફી સેમી ફાઇનલમાં ટીમ સૌરાષ્ટ્રનો પ્રવેશ

રાજકોટના મેદાનમાં 31 જાન્યુઆરીથી શરૂ થયેલી આ મેચના પ્રથમ દિવસે સૌરાષ્ટ્રની ટીમે 147 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ નવમાં ક્રમે બેટિંગ કરવા આવેલા પાર્થે બધાના દિલ જીતી લીધા.

  Mustufa Lakdawala,Rajkot : રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમનો સેમી ફાઇનલ પ્રવેશ થઈ ગયો છે. આજે પંજાબ સામેસૌરાષ્ટ્રનો 71 રનથી વિજય થયો છે. રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઇનલ રાજકોટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં પંજાબને હાર મળી છે અને સૌરાષ્ટ્રનો 71 રનથી વિજય થયો છે.

  તમને જણાવી દયે કે બીજી ઇનિંગમાં સૌરાષ્ટ્રના પાર્થ ભૂતએ પંજાબની 5 વિકેટ ઝડપી હતી.જયારે ધર્મેન્દ્રસિંહ જાડેજા 3 અને યુવરાજસિંહ ડોડિયાએ 2 વિકેટ ઝડપી હતી. પ્રથમ ઇનિંગમાં સૌરાષ્ટ્રએ 303 રન બનાવ્યા હતા જેની સામે પંજાબે 431 રન બનાવ્યા હતાં.


  જે પછી બીજી ઇનિંગમાં સૌરાષ્ટ્રએ 379 રન બનાવ્યા હતા.જેમાં સામે પંજાબ માત્ર 180 રન પર ઓલઆઉટ થતા 71 રનથી સૌરાષ્ટ્રનો વિજય થયો હતો. ઉલ્લેખનીય છે કે પાર્થ ભૂતએ પ્રથમ ઇનિંગમાં 111 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં 51 રન બનાવ્યા હતા.

  પાર્થ ભૂતનું ક્વાર્ટર ફાઇનલમાં ઓલરાઉન્ડર તરીકે સારું પર્ફોમન્સ બેટિંગમાં 162 રન બનાવ્યા અને બોલિંગમાં 8 વિકેટ મેળવી હતી.રાજકોટના મેદાનમાં 31 જાન્યુઆરીથી શરૂ થયેલી આ મેચના પ્રથમ દિવસે સૌરાષ્ટ્રની ટીમે 147 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ નવમાં ક્રમે બેટિંગ કરવા આવેલા પાર્થે બધાના દિલ જીતી લીધા.
  First published:

  Tags: Local 18, ક્રિકેટ, રાજકોટ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો