Home /News /rajkot /Rajkot: આ શિક્ષકને જોઇને દોડતાં આવે છે વિદ્યાર્થીઓ, 15 વર્ષમાં 1 હજાર સાયકલ ભેગી કરવાનું છે લક્ષ્ય!

Rajkot: આ શિક્ષકને જોઇને દોડતાં આવે છે વિદ્યાર્થીઓ, 15 વર્ષમાં 1 હજાર સાયકલ ભેગી કરવાનું છે લક્ષ્ય!

X
શિક્ષકની

શિક્ષકની અનોખી પહેલ

જરૂરિયાતમંદ લોકોને સાયકલની સુવિધા મળે તે માટે રાજકોટના શિક્ષકે ઝીલ્યું બીડુ, 15 વર્ષમાં 1 હજાર સાયકલ ભેગી કરવાનું લક્ષ્ય

    Mustufa Lakdawala,Rajkot : આંગળી ચીંધ્યાનું પૂર્ણ્ય કમાવવાનો જો કોઈ દિવસ મોકો મળે તો ક્યારે ગુમાવવો જોઈએ નહીં.કારણ કે આપણી એક આંગળી ચીંધ્વાથી જો કોઈની જીંદગી બદલાતી હોય તો તેનાથી વિશેષ શું હોય શકે.ત્યારે રાજકોટમાં રહેતા એક ભાઈ જુની સાયકલો ભેગી કરીને જરૂરિયાત મંદ લોકોને આ સાયકલ પહોંચાડવાનું મિશન હાથ ધર્યું છે.ત્યારે આવો જાણીએ તેની પાસેથી જ આ મામલે સમગ્ર માહિતી.

    શિક્ષક મીનુ જસદનવાલાએ જણાવ્યું હતું કે મેં મિશન લીધુ છે કે આવનારા 15 વર્ષમાં એક હજાર જુની ન વાપરવામાં આવતી સાયકલ ભેગી કરીને જરૂરીયાત વિદ્યાર્થીઓને આપવી.આ સાથે જ એવા લોકોને ટાર્ગેટ કરીશુ કે જે લોકોને કામ કરવું છે.અને જેને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પોસાતી નથી.તો આ બે વર્ગના લોકોને મારે સહાય પુરી પાડવી છે.



    મીનુ જસદનવાલાએ જણાવ્યું હતું કે મારી તમામ લોકોને વિનંતી છે કે જો તમારી પાસે નોનયુઝ કે ન જોઈતી તેવી સાયકલ હોય તો પ્લીઝ મારો સંપર્ક કરજો.અમે જે તે જરૂરિયાતમંદ લોકોને આઈડેન્ટીફાઈ કરીને યોગ્ય રીતે તેને અમે સાયકલ ગીફ્ટમાં આપીશું.



    જો તમારી પાસે આવી સાયકલ ન હોય તો તમે આ મેસેજ આગળ ફોરવર્ડ કરજો અથવા તમારા ધ્યાનમાં આવી કોઈ પાસે સાયકલ હોય તો પણ અમને જાણ કરજો.અમે તે સાયદર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડીશું અને તેની મદદ કરીશું.

    જે પણ વ્યક્તિ મારો સંપર્ક કરવા માંગતા હોય તે મને મારા મોબાઈલ નંબર 9228191919 પર સંપર્ક કરી શકે છે.. તમે આ માહિતી તમારા પરિવાર, મિત્રો અને આસપાસના લોકો સાથે શેર કરજો.જેથી આપણે જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકીએ.
    First published:

    Tags: Local 18, Teacher, રાજકોટ

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો