Home /News /rajkot /અઢી વર્ષ પછી રાજકોટમાં રમાશે ભારત-દ.આફ્રિકા વચ્ચે T-20 મેચ, જાણો ટિકિટ બુકિંગની અને તારીખની માહિતી

અઢી વર્ષ પછી રાજકોટમાં રમાશે ભારત-દ.આફ્રિકા વચ્ચે T-20 મેચ, જાણો ટિકિટ બુકિંગની અને તારીખની માહિતી

રાજકોટમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી-20 મેચ

આગામી 17 જૂને રાજકોટના જામનગર રોડ (Jamnagar Road) પર 17 કિમી દૂક ખંઢેરી ગામ સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં (Saurashtra Cricket Association Stadium) ભારત અને દક્ષિણ આફ્રિકા (India-South Africa) વચ્ચે ટી-20 મેચ (T-20 match) રમાશે.

વધુ જુઓ ...
મુસ્તુફા લાકડાવાલા, રાજકોટ: કોરોનાની મહામારીને કારણે રાજકોટ (Rajkot) માં છેલ્લા અઢી વર્ષથીઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ(International Cricket Match) રમાતી નહોતી. પરંતુ હવે કોરોના હળવો પડતા આગામી 17 જૂને રાજકોટના જામનગર રોડ(Jamnagar Road) પર 17 કિમી દૂક ખંઢેરી ગામ સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં(Saurashtra Cricket Association Stadium) ભારત અને દક્ષિણ આફ્રિકા(India-South Africa) વચ્ચે ટી-20 મેચ(T-20 match) રમાશે. આ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તડામાર તૈયારીશરૂ કરી દેવામાં આવી છે. આ મેચની ટિકિટનું કાલથી વેચાણ(Ticket sales ) કરવામાં આવશે. રાજકોટમાં આવતીકાલે બપોરે 12 વાગ્યાથી બુક માય શો(Book My show ) પર ઓનલાઇન ટિકિટ બુકીંગ શરૂકરવામાં આવશે.

અત્યાર સુધીમાં 8 ઇન્ટરનેશનલ મેચ રમાયા

રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં અત્યારસુધીમાં 8 આંતરરાષ્ટ્રીય મેચ રમાયા છે. જેમાં 2 ટેસ્ટ, 3 T-20 અને 3 વન-ડે મેચ રમાયા છે. ત્યારે રાજકોટના આ સ્ટેડિયમને વધુ એક ઇન્ટરનેશનલ મેચ મળતા ક્રિકેટ ચાહકોમાં ખુશીની લહેર ફરી વળી છે. આ સ્ટેડિયમમાં છેલ્લે 17 જાન્યુઆરી-2020નાં રોજ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાયો હતો. ત્યારબાદ કોરોનાનું ગ્રહણ લાગી જતા અહીં કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમાયો નહોતો. પરંતુ ફરી એક મેચ મળતા રંગીલા રાજકોટવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ટિકિટનો ભાવ 1000થી 8000

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનાર આ મેચને લઇ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને આ મેચ માટે ટિકિટના ભાવની પણ જાહેરાત કરી દીધી છે. જેમાં આ વખતની મેચમાં ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, અગાઉના 8 મેચમાં જે ટિકિટ 500થી લઇ 7000 સુધી મળતી હતી તે ટિકિટના ભાવ વધારીને તે 1000થી લઇ 8000 સુધી નક્કી કરવામાં આવ્યા છે.

VIP ગેસ્ટને મેચની મજા સાથે ડિનર પણ મળશે

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ત્રણ પાર્ટ પાડવામાં આવ્યા છે. જેમાં ઇસ્ટ સ્ટેન્ડ, વેસ્ટ સ્ટેન્ડ અને સાઉથ પેવેલિયનનો સમાવેશ થાય છે. આ ત્રણ પાર્ટ મુજબ ટિકિટનાં ભાવ નક્કી કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આ મેચ માટે ખાસ કોર્પોરેટ બોક્સ પણ બનાવવામાં આવ્યા છે. જેમાં VIP ગેસ્ટને મેચ નિહાળવાની મજા સાથે ડિનર પણ મળશે.



સ્ટેડિયમમાં ત્રણ પાર્ટના ટિકિટના ભાવ

ભારત-આફ્રિકા મેચ માટે ઇસ્ટ સ્ટેન્ડમાં લેવલ 1,2 અને 3 માટે ટિકિટના દર રૂ.1000, વેસ્ટ સ્ટેન્ડના લેવલ 1 માટે રૂ. 1500, લેવલ 2 અને 3 માટે રૂ. 2000 અને વેસ્ટ સ્ટેન્ડમાં કોર્પોરેટ બોક્સ (15 સીટ)નો ટિકિટનો ભાવ રૂ.7,000 રાખવામાં આવ્યો છે. આ સિવાય સાઉથ પેવેલીયનમાં લેવલ 1 (ડીનર સાથે)નો ભાવ રૂ.7,000, લેવલ-2 (બ્લોક Aથી D) રૂ. 4,000, લેવલ 3ના રૂ.2,500 અને કોર્પોરેટ બોક્સ (15 સીટ)નાં ભાવ રૂ.8,000 રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો - VIDEO: કૃષ્ણા પાંડેએ એક ઓવરમાં ફટકારી 6 સિક્સર, 436ની સ્ટ્રાઇક રેટથી આક્રમક બેટિંગ કરી

વધુ માહિતી માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, રાજકોટ-જામનગર હાઇવે,

રાજકોટ-360110. ફોન: +91 280 220000 તેમજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની વેબસાઇટhttps://www.saucricket.com/ની મુલાકાત કરવા અનુરોધ છે.
First published:

Tags: Cricket New in Gujarati, Cricket News Gujarati, Rajkot na samachar, Rajkot News, T-20, T-20 match