Home /News /rajkot /

રાજકોટ: માતા 2 મહિનાની દીકરીને એકલી સુવડાવી ખરીદી કરવા ગઈ, બાળકીનું શંકાસ્પદ મોત

રાજકોટ: માતા 2 મહિનાની દીકરીને એકલી સુવડાવી ખરીદી કરવા ગઈ, બાળકીનું શંકાસ્પદ મોત

સમગ્ર મામલે પોલીસ દ્વારા નેપાળી દંપતી તેમજ એક છોકરી સહિતનાઓની પૂછપરછ કરવામાં આવી છે.

સમગ્ર મામલે પોલીસ દ્વારા બે મહિનાની દીકરી એન્જલનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું છે. માસુમ બાળાના શરીર પર ઇજા જેવા કેટલાક નિશાનો જણાતા પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યું છે. 

રાજકોટ શહેર (Rajkot City)માં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના જીવરાજ પાર્ક (Jivraj Park, Rajkot) પાસે આવેલ રેસીડેન્સીના પાર્કિંગમાં ચોકીદાર તરીકે કામ કરનારા નેપાળી દંપતીના બે મહિનાની બાળકીનું શંકાસ્પદ હાલતમાં મોત (Suspicious death of girl) નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા બે મહિનાની દીકરી એન્જલનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું છે. માસુમ બાળાના શરીર પર ઇજા જેવા કેટલાક નિશાનો જણાતા પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જીવરાજ પાર્ક પાસે આવેલ અંબી રેસીડેન્સીમાં અનુજ પરિહાર અને કલ્પના પરિવારની બે માસની દીકરીને બેભાન હાલતમાં શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ એ બાળકીને ખસેડવામાં આવતા તબીબ દ્વારા તેણીને મૃત જાહેર કરવામાં આવી હતી. સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. બાળકીના શરીર પર ઇજા જેવા નિશાન દેખાતા પ્રાથમિક દ્રષ્ટિએ મોત શંકાસ્પદ જણાયું હતું. જેના કારણે બાળકીનું ફોરેન્સિક પીએમ કરવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પોલીસની પૂછપરછમાં મૃતક એન્જલના પિતા અનુજ પરીહારે જણાવ્યું હતું કે, તેઓ બિલ્ડિંગમાં છેલ્લા સાતેક મહિનાથી પોતાની પત્ની અને બાળકી સાથે રહે છે. અહીં ચોકીદારી કરવા તેમજ ખાનગી હોટલમાં કામ કરવા પણ જાય છે. 11મી ઓગસ્ટના રોજ એન્જલના જન્મ થયાને બે મહિના પૂર્ણ થયા છે.

આ પણ વાંચો- ગુજરાતમાં કોરોના કેસમાં ધરખમ ઘટાડો, જાણો કયા કેટલા કેસ નોંધાયા

અનુજની પત્ની કલ્પના પરિહારે જણાવ્યું હતું કે, પતિ સાંજના સમયે હોટલના કામકાજ અર્થે ગયો હતો. આ સમયે 6:30 વાગ્યાના અરસામાં દીકરી એન્જલને રૂમમાં એકલી સુવડાવી તે નજીકની માર્કેટમાં થોડીક ચીજ વસ્તુઓ લેવા માટે ગઈ હતી. રાત્રિના આઠ વાગ્યે તે પરત આવતા દીકરી બેભાન હાલતમાં જોવા મળી હતી. જેથી તેણે પોતાના પતિ તેમજ સગાવ્હાલાને જાણ કરી હતી. સમગ્ર મામલે દીકરીને સારવાર અર્થે પ્રથમ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

આ પણ વાંચો- રાજકોટની ખાનગી કંપનીમાં વર્ષો જૂની પરંપરા, પહેલા રાષ્ટ્રગાન પછી કામ

સમગ્ર મામલે પોલીસે સીસીટીવી કેમેરા ચેક કર્યા છે. જે સીસીટીવીમાં બાજુની બિલ્ડિંગમાં રહેતો નેપાળી શખ્શ તેમજ એક છોકરી આવજાવ કરતા નજરે ચડ્યા છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા નેપાળી દંપતી તેમજ એક છોકરી સહિતનાઓની પૂછપરછ કરવામાં આવી છે. ત્યારે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Rajkot crime news, રાજકોટ, રાજકોટના સમાચાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन