Home /News /rajkot /Government Schemes: શું તમારે પણ સુકન્યા યોજનાનો લાભ લેવો છે? જાણો A to Z માહિતી

Government Schemes: શું તમારે પણ સુકન્યા યોજનાનો લાભ લેવો છે? જાણો A to Z માહિતી

સુકન્યા સમૃદ્ધિ યોજનાની ખાસિયત એ છે કે તેમાં રૂ.250 થી જમા કરાવી શકાય છે. જેમાં વધુમાં વધુ 1.5 લાખ જમા કરાવી શકાય છે. તેમાં મળતું વ્યાજ પણ અન્ય યોજના કરતા વધુ છે. તેમજ તેની સાથે ટેક્સ માંથી પણ મુક્તિ મળવા પાત્ર છે. આ યોજના માટે તમે કોઈ બેંક કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકો છો.

રાજકોટની હેડ પોસ્ટ ઓફિસ ખાતે આજથી 8 ફેબ્રુઆરી સુધી ખાસ સુકન્યા સમૃદ્ધી એકાઉન્ટ ઓપનિંગની મેગા ડ્રાઈવ રાખવામાં આવી છે. ભારત સરકાર દ્વારા 10 વર્ષ કે તેથી નાની વયની બાળકીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત આકર્ષક વ્યાજદર સાથે બચત ખાતું ખોલી આપવામાં આવે છે.

વધુ જુઓ ...
    Mustufa Lakdawala,Rajkot : સુકન્યા સમૃદ્ધિ યોજના અંતગર્ત ખાલુ ખોલાવવા માટે આજથી રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ પર 8 ફેબ્રુઆરી સુધી સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલવાની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.જેથી 10 વર્ષથી નીચેની બાળકીઓના જે લોકો ખાતુ ખોલાવવા માંગતા હોય તેઓ ખોલાવી શકે.

    મળતી માહિતી અનુસાર રાજકોટની હેડ પોસ્ટ ઓફિસ ખાતે આજથી 8 ફેબ્રુઆરી સુધી ખાસ સુકન્યા સમૃદ્ધી એકાઉન્ટ ઓપનિંગની મેગા ડ્રાઈવ રાખવામાં આવી છે. ભારત સરકાર દ્વારા 10 વર્ષ કે તેથી નાની વયની બાળકીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત આકર્ષક વ્યાજદર સાથે બચત ખાતું ખોલી આપવામાં આવે છે.



    આ મામલે સમગ્ર માહિતી મેળવવા તેમજ ખાતું ખોલાવવા માટે 1 ફેબ્રુઆરીના રોજ સવારે 10 વાગ્યાથી રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ ખાતે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 10 વર્ષથી નીચેની બાળકીના વાલીએ બાળકીના જન્મનો દાખલો, માતા અથવા પિતાના આધારકાર્ડ, પાનકાર્ડ, 2 પાસપોર્ટ ફોટા તેમજ રૂપિયા 250 સાથે લાવવાના રહેશે.

    આ દસ્તાવેજો સાથે લાવનાર વાલીને સુકન્યા સમૃદ્ધિ ખાતું તાત્કાલિક ખોલી આપવામાં આવશે. આ તકનો લાભ લેવા જાહેર જનતાને હેડ પોસ્ટ ઓફિસના સીનિયર પોસ્ટ માસ્ટરે અપીલ કરી છે. આમ આજથી રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ પર 8 ફેબ્રુઆરી સુધી સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલવાની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.
    First published:

    Tags: Local 18, રાજકોટ