Home /News /rajkot /CM રૂપાણી સામે સારી વાતો, રાજકોટમાં કોરોનાની બગડતી સ્થિતિ વચ્ચે સિવિલ હોસ્પિટલના રસોડાની આવી 'પોલ' પકડાઈ

CM રૂપાણી સામે સારી વાતો, રાજકોટમાં કોરોનાની બગડતી સ્થિતિ વચ્ચે સિવિલ હોસ્પિટલના રસોડાની આવી 'પોલ' પકડાઈ

રાજકોટ સિવિલની તસવીર

મુખ્યમંત્રી વિજય રૂપાણીની રાજકોટ સિવિલની વર્ચ્યુઅલ મુલાકાત સમયે અધિકારીઓ અને દર્દીઓ તેમજ ડોક્ટરો દ્વારા જમવાની ખૂબ સારી વ્યવસ્થા હોવાની વાતો કરવામાં આવી હતી.

રાજકોટઃ શહેરમાં જે રીતે કોરોનાનો (coroanvirus) સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા ખુદ મુખ્યમંત્રી (CM vijay rupani) ગાંધીનગરથી સતત નિરીક્ષણ કરી રહ્યા છે અને તમામ બાબતો પર નજર રાખી સૂચનાઓ આપી રહ્યા છે. ગઈકાલે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ અધિકારીઓ દ્વારા રાજકોટની સિવિલ હોસ્પિટલની (Rajkot civil hospital) વર્ચ્યુઅલ રીતે મુલાકાત કરી તમામ કાર્ય પદ્ધતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ પણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ બપોરના સમયે સિવિલની વર્ચ્યુઅલ મુલાકાત કરી હતી જેમાં દર્દીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો જે સમયે દર્દીઓને જમવાનું પણ પીરસવામાં આવ્યું હતું. જોકે અધિકારીઓ અને દર્દીઓ તેમજ ડોક્ટરો દ્વારા જમવાની ખૂબ સારી વ્યવસ્થા હોવાની વાતો કરવામાં આવી હતી.

આજે બીજા દિવસે જ્યારે ન્યૂઝ18 ગુજરાતીની ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલની અંદર કાર્યરત કોરોનાના દર્દીઓ માટે બનાવવામાં આવતી રસોઈના રસોડાની જગ્યાનું રિયાલિટી ચેક કરતું ત્યારે દ્રશ્યો કંઈક અલગ જ સામે આવ્યા.ન્યુઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા આજે સવારે સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં કાર્યરત રસોડાનું રિયાલિટી ચેક કર્યું ત્યારે ખૂબ ગંભીર બેદરકારી જોવા મળી હતી.

જોકે સિવિલ હોસ્પિટલના રસોડામાં અચાનક જ કેમેરો જોઈ અને રસોઈ બનાવતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કેમ કે શાકભાજી સુધારતા કોઈપણ કર્મચારીએ માસ્ક કે કેપ પહેર્યા નોહતા. તો બીજી તરફ જ્યાં રસોઇ બનતી હતી અને ત્યાં મહિલા કર્મચારીઓ કામ કરતાં હતા તેમાંથી મોટાભાગના મહિલાઓએ પીપીઇ કીટ પણ પહેરી ન હતી અને હેન્ડ ગ્લોઝ કે માસ્ક અને કેપ પણ પહેર્યા નહોતા.

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! લાંચના પૈસા પરત માંગ્યા તો પ્રધાને યુવકને બાંધીને માર્યો, દૂધપીતી બાળકી સાથે આજીજી કરતી રહી પત્ની

અમારી ટીમને જોઈને ત્રણથી ચાર મહિલાઓએ માસ્ક તરત પહેરી લીધા હતા તો અન્ય મહિલાઓ પીપીઇ કીટ પહેરવા ગઈ હતી પરંતુ તાત્કાલિક કીટ પહેરી શક્યા ન હતા. જોકે રસોડાના માલિક પોતાના કર્મચારીઓ નો બચાવ કરતા જણાવ્યું હતું કે હજી મહિલાઓને પીપીઈ કીટ પહેરતા નથી આવડતું.

આ પણ વાંચોઃ-રસપ્રદ પ્રેમ કહાની! પતિના મોત બાદ દિયર સાથે થયો પ્રેમ, દિયર-ભાભીએ પોલીસ સ્ટેશનમાં કર્યા લગ્ન

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ઘરમાંથી ગાયબ હતા લાખ્ખો રૂપિયાના દાગીના, પતિએ પત્ની વિરુદ્ધ જ નોંધાવી ફરિયાદ

આ એજ જમવાનું બનાવવાનું રસોડું છે જ્યાં ગઈકાલે મુખ્યમંત્રીની વિઝીટ દરમ્યાન કોરોના પેશન્ટ ને જમવાનું આપવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છેકે જતરે કોઈ નેતા કે અધિકરી આવે છે ત્યારે તેને સારી બાબતો બતાવવામાં આવે છે પણ અંદરની હકીકત કૈક અલગ જ હોઈ છે.
" isDesktop="true" id="1021618" >

સવાલ એ પણ થાય છે કે કોવિડ હોસ્પિટલમાં જે જમવાનું બનાવવામાં આવે છે ત્યાં શા માટે નિયમોનું પાલન થતું નથી અને શા માટે આટલી ગંભીર બેદરકારી કોઈ નેતા કે અધિકારીને બતાવવામાં નથી આવતી.
Published by:ankit patel
First published:

Tags: CM Vijay Rupani, Coronavirus, Covid 19 patient, Rajkot Civil Hospital, ખોરાક

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन