Home /News /rajkot /રાત્રિ સમયે હાઇવે પર અન્યોના જીવ જોખમે મુકી યુવાનોએ કર્યા સુતા સુતા બાઈક પર સ્ટંટ, પોલીસને ખુલ્લો પડકાર

રાત્રિ સમયે હાઇવે પર અન્યોના જીવ જોખમે મુકી યુવાનોએ કર્યા સુતા સુતા બાઈક પર સ્ટંટ, પોલીસને ખુલ્લો પડકાર

રાજકોટ પોલીસને ખુલ્લો પડકાર

Open Challenge to Rajkot police: રાજકોટ જામનગર હાઇવે પર બાઈક ઉપર સ્ટંટ કરતા હોય તે પ્રકારનો વિડીયો વધુ એક વખત વાયરલ થયો છે. ત્યારે વાયરલ થઈ રહેલા વીડિયોને લઈને રાજકોટ શહેર પોલીસ તેમજ રાજકોટ ગ્રામ્ય અને જામનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. અગાઉ પણ રાજકોટ જામનગર હાઇવે પર રીક્ષાની રેસ તેમજ આ પ્રકારના બાઈક પર કરવામાં આવતા સ્ટંટનો વીડિયો વાયરલ થઈ ચૂક્યો છે.

વધુ જુઓ ...
રાજકોટ: રાજકોટ જામનગર હાઇવે પર બાઈક ઉપર સ્ટંટ કરતા હોય તે પ્રકારનો વિડીયો વધુ એક વખત વાયરલ થયો છે. ત્યારે વાયરલ થઈ રહેલા વીડિયોને લઈને રાજકોટ શહેર પોલીસ તેમજ રાજકોટ ગ્રામ્ય અને જામનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. અગાઉ પણ રાજકોટ જામનગર હાઇવે પર રીક્ષાની રેસ તેમજ આ પ્રકારના બાઈક પર કરવામાં આવતા સ્ટંટનો વીડિયો વાયરલ થઈ ચૂક્યો છે. ત્યારે વધુ એક વખત બાઈક પર સ્ટંટ કરનારાઓનો વીડિયો વાયરલ થતાં હાઇવે પર કરવામાં આવતી પોલીસ પેટ્રોલિંગની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ


પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જામનગર હાઇવે પર સૂતા સૂતા બાઈક પર યુવાનો સ્ટંટ કરી રહ્યા હોય તે પ્રકારનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો વીડિયો 16 સેકન્ડનો હોવાનું સામે આવ્યું છે. 16 સેકન્ડના વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કઈ રીતે બે જેટલા યુવાનો બાઈક પર સુતા સુતા બાઈક ચલાવી રહ્યા છે. રાત્રિના સમયે હાઇવે ઉપર અન્યોના જીવ જોખમે મૂકી બાઈક ઉપર સ્ટંટ કરનારા યુવાનો નો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ પણ વાંચો: પુત્રીનો દેહ પિંખનારા પિતાએ કરી જેલમાંથી મુક્ત થવા જામીન અરજી, સરકારી વકીલે કહ્યું...

રાજકોટ પોલીસની કામગીરી પર સવાલ


ઉલ્લેખનીય છે કે, વાયરલ થયેલા વીડિયોમાં યુવાને બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે ‘હો અમે એકલા નથી રે, હારે છે ભઈઓનું ટોળું, તું વાદે જેના ચડ્યો રે તેના અમે છીએ ગુરુ’ પંક્તિ વાળું ગીત મૂક્યું છે. ત્યારે મળતી માહિતી મુજબ સમગ્ર મામલે રાજકોટ શહેર પોલીસ તેમજ રાજકોટ ગ્રામ્ય અને જામનગર પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. બાઈક પર સ્ટંટ કરનારા યુવાનો કેટલા સમયમાં ઝડપાઈ જાય છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.


આ પણ વાંચો: અર્બન 20 સમિટ: દેશ-વિદેશના મહેમાનોનું અમદાવાદ ખાતે આગમન, ગુજરાતી શૈલીમાં કરવામાં આવ્યું સ્વાગત 

રાજરોટ પોલીસને આપ્યો ખુલ્લો પડકાર


ઉલ્લેખનીય છે કે, આ અગાઉ રાજકોટ શહેરના મોરબી હાઇવે ઉપર પણ આ પ્રકારના સ્ટંટ કરવામાં આવતા હોય કે પ્રકારનો વીડિયો વાયરલ થઈ ચૂક્યો છે. આ વીડીયોમાં જોઈ શકાય છે કે, આ યુવાને અન્ય લોકોની જીવ જોખમમાં મુકીને બાઈક પર સ્ટંટબાજી કરી રહ્યા છે. રાજકોટ પોલીસને પણ જાણે ખુલ્લો પડકાર આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Bike stunt, Rajkot police, Rajkot viral video

विज्ञापन