Mustufa Lakdawala,Rajkot : ગુજરાત જ નહીં દેશભરમાં અકસ્માતો નિવારવા માટે સરકાર દ્વારા જાગૃતિ કાર્યક્રમો અને રસ્તા પર વાહન ધીમે હંકારોના સાઈન બોર્ડ લગાવવામાં આવે છે. પરંતુ ઘણા કિસ્સામાં ડ્રાઈવરને ઝોકુ આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જી બેસે અને અનેક લોકો મોતના મુખમાં હોમાય છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નેનોસાયન્સ અને એડવાન્સ મટિરિયલ્સની વિદ્યાર્થિનીઓએ એક એવું ડિવાઈસ તૈયાર કર્યું છે કે, વાહન ચલાવતી વખતે જો ડ્રાઈવરને ઝોકુ આવે તો એલર્ટ સાયરન વગાડતા ચશ્મા બનાવ્યા છે. ડ્રાઈવરને ઝોકુ આવે તો સાયરન વાગે છે અને ડ્રાઈવર જાગી જાય છે અને ગમખ્વાર અકસ્માતમાંથી બચી જાય છે.
ઉદ્યોગોમાં પણ આ ચશ્માનો ઉપયોગ કરી શકાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નેનો સાયન્સ ભવનનાં પ્રોફેસર ડો.અશ્વીનીબેન જોશીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓ સૃષ્ટીબેન ડોડીયા, રૂષિતાબેન ડોડીયાએ આ ડીવાઈસ તૈયાર કર્યું છે. આ ડિવાઈસ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે, જેમાં વપરાયેલા ઈન્ટરનલ કમ્પોનન્ટસ માણસની આંખની ચામડીને ડીટેક્ટ કરે છે. એટલા માટે બંધ કરતા જ તે ચેતવણી આપે છે. નજીવી કિંમતમાં તૈયાર કરવામાં આવેલું ડિવાઈસ માત્ર વાહનચાલકો માટે જ ન નહીં પરંતુ ઉદ્યોગોમાં સતત મશીન ઓપરેટર કરતા કારીગરો માટે પણ ઉપયોગી છે.
ચશ્મા રાષ્ટ્રકક્ષાના ઔદ્યોગિક સમારોહમાં રજૂ કરાશે
ઘણા જોખમ સામે વ્યક્તિ સુરક્ષિત રહી શકે છે. સૌરાષ્ટ્ર યુનિ.ની લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવેલા આ ડિવાઈસને આગામી જાન્યુઆરી 2023માં યોજાનાર મેક્સફેસ્ટ-2023ના રાષ્ટ્ર કક્ષાના ઔદ્યોગિક સમારોહમાં રજૂ કરવામાં આવશે.
ડ્રાઈવરની આંખ ખુલે એટલે સાયરન બંધ થઈ જાય છે
વાહન અકસ્માતોનાં પ્રમાણને નિયંત્રિત કરવા માટે જે સિસ્મેટીક ગ્લાસીસ તૈયાર કરવામાં આવ્યા છે. તે વાહન અકસ્માતમાં હોમાતી માનવ જિંદગીને બચાવી શકે તેમ છે. જ્યારે ડ્રાઈવિંગ કરતા હોઈએ ત્યારે આ એન્ટી સ્લીપ ડિવાઈસ નામનું ઉપકરણ ચશ્માની જેમ પહેરી લેવામાં આવે છે. જ્યારે ઝોકુ કે ઉંઘ આવે ત્યારે ડિવાઈસમાં જોરદાર એલાર્મ વાગવા લાગે છે. ફરીને વાહનચાલકની આંખ ખુલે એટલે એલાર્મ બંધ થઈ જાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Accidents, Saurashtra University, Students, રાજકોટ