Home /News /rajkot /Rajkot: એઇડ્સ દિવસની અનોખી ઉજવણી, વીડિયોમાં જુઓ વિદ્યાર્થીઓએ શું કર્યું

Rajkot: એઇડ્સ દિવસની અનોખી ઉજવણી, વીડિયોમાં જુઓ વિદ્યાર્થીઓએ શું કર્યું

X
વિરાણી

વિરાણી હાઈસ્કુલમાં 1300 જેટલા વિદ્યાર્થીઓએ એઈડ્સ ડેની ઉજવણી કરી રિબિન બનાવી

આમ તો એઈડ્સ દિવસ 1લી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. પણ આ વખતે વિધાનસભાની ચૂંટણીના કારણે એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી ન હતી.

  Mustufa Lakdawala,Rajkot : દર 1લી ડિસેમ્બરે વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કે લોકો એઈડ્સ વિશે જાગૃત થઈ શકે. તમને જણાવી દયે કે એઈડસ નામનો રોગ AIDS HIV અથવા હ્યુમન ઈમ્યુનોડેફિસિયન્સી વાયરસને કારણે થાય છે. આ રોગ શરીરની રોગપ્રતિકારક શક્તિ પર એવી રીતે હુમલો કરે છે કે તેશરીરને નબળું પાડી દે છે.જેના કારણે શરીર અન્ય કોઈ ચેપ અથવા રોગને સહન નથી કરી શકતું.


  ત્યારે આ દિવસની ઉજવણીના ભાગરૂપે વિરાણી હાઈસ્કુલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી લોકોમાં એઈડ્સ વિશે જાગૃતિ લાવી શકાઈ. 1લી ડિસેમ્બરે મતદાન હોવાથી વિરાણી હાઈસ્કુલ દ્વારા આજે ઉજવણી કરવામાં આવી હતી.  વિરાણી હાઈસ્કુલના પ્રિન્સિપાલ હરેન્દ્રસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે વિરાણી હાઈસ્કુલના ધોરણ 9થી 12ના લગભગ 1200-1300 વિદ્યાર્થીઓએ આજે એઈડ્સની જનજાગૃતિ રિબન બનાવી હતી. આમ તો એઈડ્સ દિવસ 1લી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. પણ આ વખતે વિધાનસભાની ચૂંટણીના કારણે એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી ન હતી.


  જેથી અમે આજે જનજાગૃતિ માટે એઈડ્સની રિબિન બનાવી હતી. જેમાં ધોરણ 9થી 12ના લગભગ 1200-1300 વિદ્યાર્થીઓએબનાવી હતી.આમ વિદ્યાર્થીઓએ રિબિન બનાવીને લોકોમાં એઈડ્સ પ્રત્યે જાગૃતિ આવે તે માટે આ દિવસની ઉજવણી કરી હતી.
  First published:

  Tags: Local 18, રાજકોટ

  विज्ञापन
  विज्ञापन