ગઈકાલે ધોરણ 10નું પરિણામ આવ્યું. જેમાં ઘણા વિદ્યાર્થીઓ ખુશ થયા હતા. તો વળી ઘણા વિદ્યાર્થીઓનું ધાર્યુ પરિણામ ન આવતા હતાશા પણ મળી હતી. ત્યારે રાજકોટના માધાપરની એક વિદ્યાર્થિનીનું ધાર્યુ પરિણામ ન આવતા આજે ગળફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. જેને લઈને પરિવારમાં માતમ છવાય ગયો હતો.
રાજકોટના માધાપરમાં રહેતી સેજલ ચાઉ નામની વિદ્યાર્થિનીનું ગઈકાલે પરિણામ આવ્યું હતું. તેને આશા હતી કે તેને 80 ટકાથી પણ વધારે આવશે. પરંતુ તેને માત્ર 63 ટકા આવતા સેજલ હતાશ થઈ ગઈ હતી. જેથી તેને પેપર ખોલાવવાની વાત તેના પિતાને કરી હતી.
પરંતુ આજે વહેલી સવારે અચાનક તેને પોતાની જ ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. આમ ઓછુ પરિણામ આવવાને લઈને વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો હતું
મહત્વનું છે કે હજુ 2 દિવસ પહેલા પાટણમાં MBBSના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ વિદ્યાર્થીએ હોસ્ટેલના 10માં માળે રહેતો હતો અને તેને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જેને લઈને પરિવારમાં માતમનો માહોલ છવાય ગયો છે. આ સાથે જ તેના રૂમમેન્ટ્સ પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. પરિક્ષા આવતી હોવાના ટેન્શનમાં આ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.