Home /News /rajkot /

Gujarat Politics: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની જાહેરાત, હવે રાજકારણમાં સક્રિય થશે

Gujarat Politics: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની જાહેરાત, હવે રાજકારણમાં સક્રિય થશે

યુવરાજસિંહ જાડેજા આમ આદમી પાર્ટીમાં અગાઉથી જ જોડાયેલા છે.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જાહેરાત કરતા કહ્યું હતું કે ગાંધીનગર ખાતે 15 ઓકટોબરની આસપાસ યુવા મહાસંમેલન બોલાવવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાશે.

    હાર્દિક જોશી, રાજકોટ: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvraj Singh Jadeja) આગામી સમયમાં રાજકારણ (Gujarat Politics)માં સક્રિય થશે. આમ આદમી પાર્ટી (Gujarat AAP)ના નેતા યુવરાજસિંહ જાડેજાએ આજે રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધતા રાજકારણમાં સક્રિય થવા અંગેનું નિવેદન આપ્યું હતું. તેમણે પેપર લીક મુદે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં. તેમણે આક્ષેપ કર્યો હતો કે બિન સચિવાલય ક્લાર્ક 2019 ની પરીક્ષામાં પેપર લીક મામલે કોઇ પગલાં લેવામાં આવ્યાં નથી.

    હેડ ક્લાર્કના પેપરમાં અમે પુરાવા આપ્યા હતા, તે સમયે ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, એક મહિનામાં કડક કાર્યવાહી કરશું, પરંતુ 7 મહિના વીતી ગયા હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. સરકારમાં અમે સબ ઓડિટર, ઓડિટર સહિતની પરીક્ષાના પેપર લીક બાબતે અમે તમામ પુરાવા જાહેર કર્યા, પરંતુ આજદિન સુધીમાં કોઈ પગલા લેવાયા નથી. ઊર્જા વિભાગની ભરતીમાં પણ પરિવારવાદ અને ઓળખાણવાદ ચાલ્યો જેના પુરાવા અમે તંત્રને આપ્યા છે. વર્તમાન શાસકો સામે અમે રાજકારણમાં આવીને અવાજ ઉઠાવીશું.

    આ પણ વાંચો- હ્રદય કંપાવતી ઘટના: Dr. માતાએ ચાર વર્ષીય પુત્રીને બિલ્ડિંગ પરથી ફેંકી દીધી!

    વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જાહેરાત કરતા કહ્યું હતું કે ગાંધીનગર ખાતે 15 ઓકટોબરની આસપાસ યુવા મહાસંમેલન બોલાવવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાશે. યુવરાજસિંહ જાડેજા એ આગામી વિધાનસભા ચૂંટણી લડવાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો પાર્ટી ટિકિટ આપશે તો ચોક્કસ ચૂંટણી લડીશ. પોતે ચૂંટણી લડવા સક્ષમ હોવાનો દાવો પણ કર્યો હતો. તેઓએ આગામી સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના પ્રશ્નો ઉઠાવવાની વાત કરી હતી.

    આ પણ વાંચો- રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

    નોંધનીય છે કે યુવરાજસિંહ જાડેજા આમ આદમી પાર્ટીમાં અગાઉથી જ જોડાયેલા છે. જો કે તેમણે વિદ્યાર્થીઓના પ્રશ્ન બિન રાજકીય રીતે ઉઠાવ્યા છે. પરંતુ હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિદ્યાર્થી નેતા ગણાતા યુવરાજસિંહ જાડેજા અગામી સમયમાં સક્રિય થશે. ત્યારે હવે આમ આદમી પાર્ટી તેને ટિકિટ આપશે કે નહીં અને જો આપશે તો કઈ બેઠક પરથી યુવરાજસિંહ જાડેજા ચૂંટણી લડશે તેના પર સૌની નજર રહેશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Assembly elections, Gujarati news, Rajkot News, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन