Home /News /rajkot /રાજકોટમાં 17 વર્ષની વિદ્યાર્થિનીએ અનેક લોકોના જીવ બચાવ્યા, કર્યું અકલ્પનીય કામ

રાજકોટમાં 17 વર્ષની વિદ્યાર્થિનીએ અનેક લોકોના જીવ બચાવ્યા, કર્યું અકલ્પનીય કામ

મોટી દુર્ઘટના રોકતી જેવગર્લ ભાર્ગવી વ્યાસ.

17 વર્ષની વિદ્યાર્થિનીને બસ કેમ ચલાવવી તે ખબર જ ન્હોતી છતાં તેને હિંમત દાખવી તુરંત જ સ્ટીયરિંગ સંભાળી લીધું અને બહાદુરી દાખવી રાહદારીઓ તરફ જતી બસને રોકી સબ સ્ટેશન સાથે અથડાવી દીધી

રાજકોટ: રાજકોટમાં 17 વર્ષીય કિશોરીએ બેકાબુ બસના સ્ટેરીંગ પર કાબુ મેળવ્યો હતો અને અનેક લોકોની જિંદગી બચાવી હતી. ત્રંબામાં સ્થિત ભરાડ ડે સ્કૂલ હોવાથી બસના ડ્રાઈવર હારુનભાઈ ખીમાણી દરરોજ તો સવારે 6.30 વાગ્યે બસ લઇ વિદ્યાર્થીઓને તેડવા નીકળે છે. જોકે શનિવારે સ્કૂલમાં એન્યુઅલ ફંકશન હોવાથી ડ્રાઈવર બપોરે 1 વાગ્યે વિદ્યાર્થીઓને લેવા નીકળ્યા હતા.

રૂટ પર સૌ પ્રથમ એસ્ટ્રોન ચોક પાસે વિદ્યાર્થિની ભાર્ગવી વ્યાસનું ઘર આવતું હોવાથી વિદ્યાર્થિનીને બસમાં બેસાડી હતી. જે બાદ અન્ય વિદ્યાર્થીઓને તેડવા માટે જવાનું હતું. જોકે બસ ગોંડલ રોડ પર મક્કમ ચોક નજીક પહોચી ત્યાં તો ડ્રાઈવરને છાતીમાં દુ:ખાવો ઉપડતા તેમની તબિયત લથડવા લાગી. જેથી બસમાં બેસેલી વિદ્યાર્થિની ડ્રાઈવર પાસે આવી ગઈ અને શું થઈ ગયું તેમ પૂછ્યું ત્યાં તો ડ્રાઈવરે બસના સ્ટીયરીંગ પર માથું ઢાળી દીધું હતું. જેથી વિદ્યાર્થિની ડરી ગઈ.

આ પણ વાંચો: આ ગુજરાતી ફિલ્મના ટ્રેલરમાં પોતાને જ ધડાધડ લાફા મારી રહી છે અભિનેત્રી

જોકે 17 વર્ષની વિદ્યાર્થિનીને બસ કેમ ચલાવવી તે ખબર જ ન્હોતી છતાં તેને હિંમત દાખવી તુરંત જ સ્ટીયરિંગ સંભાળી લીધું અને બહાદુરી દાખવી રાહદારીઓ તરફ જતી બસને રોકી સબ સ્ટેશન સાથે અથડાવી દીધી. જે બાદ આસપાસ એકઠા થઇ ગયેલા લોકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવી લીધી હતી. જે બાદ ડ્રાઈવરને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા.

ચાલુ બસે ડ્રાઈવરને આવેલા હાર્ટ એટેકની ઘટનામાં મોટી દુર્ઘટના રોકતી જેવગર્લ ભાર્ગવી વ્યાસ કહે છે કે, ડ્રાઈવરને ઢળતા જોઈ હું ડરી ગઈ હતી પરંતુ મારે અન્યોને બચાવવા હતા. જેથી બસનું સ્ટીયરિંગ ફેરવી નાખતા બસ સબસ્ટેશન સાથે અથડાઈ અને ઉભી રહી ગઈ હતી. જેથી રાહત થઇ હતી. બ્રેવગર્લ ભાર્ગવીના માતાએ કહ્યું હતું કે અમારી ઘરે દીકરી છે પરંતુ અમે તેને દીકરાની જેમ જ તમામ છૂટ આપી છે. દીકરી અને દીકરો એક સમાન તેવું અમે લોકોને પણ સંદેશ આપીએ છીએ.
Published by:rakesh parmar
First published:

Tags: Rajkot News, ગુજરાત, રાજકોટ

विज्ञापन