Home /News /rajkot /જેતપુર: આખલો અથડાતા બાળકોથી ભરેલી રિક્ષા પલટી, જુઓ ઘટનાના લાઇવ CCTV

જેતપુર: આખલો અથડાતા બાળકોથી ભરેલી રિક્ષા પલટી, જુઓ ઘટનાના લાઇવ CCTV

આખલાઓ રસ્તા પર જતી સ્કૂલ રિક્ષાને અથડાતા બાળકોથી ભરેલી રિક્ષા પલટી મારી ગઇ હતી

Stray Cattle: જેતપુરમાં આખલાઓનો આંતક. આખલો રસ્તા પર જતી સ્કૂલ રિક્ષાને અથડાતા બાળકોથી ભરેલી રિક્ષા પલટી. સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ

    જેતપુર: જેતપુરમાં આખલાઓનો આંતક સામે આવ્યો છે. ટાકૂડી પરા વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું. આ દરમિયાન આખલાઓ રસ્તા પર જતી સ્કૂલ રિક્ષાને અથડાતા બાળકોથી ભરેલી રિક્ષા પલટી મારી ગઇ હતી. રિક્ષા પલટી જતાં બાળકને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

    સ્કૂલ રિક્ષા પલટી જતાં અફરાતફરી

    સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે, કેવી રીતે બે આખલાઓ લડી રહ્યા હતા. રસ્તા પર ટર્નિંગ પાસેથી બે આખલાઓ લડતાં-લડતાં દોડી આવ્યા હતા. બીજી બાજુ, રસ્તા પર એક સ્કૂલ રીક્ષા આવી રહી હતી. જોત-જોતામાં આખલાઓએ સ્કૂલ રિક્ષાને અડફેટે લીધી હતી. જેથી સ્કૂલ રિક્ષા પલટી મારી ગઇ હતી. આ રિક્ષામાં બાળકો પણ સવાર હતા. સીસીટીવીમાં જોઇ શકાય છે કે, કેવી રીતે પળવારમાં આખલાઓએ સ્કૂલ રિક્ષાને પલટાવી દીધી હતી.


    આ પણ વાંચો: સુરત: ઊંઘમાં ચાલતાં ચાલતાં કિશોર ત્રીજામાળેથી પટકાયો, મોત

    રખડતા આખલાની રંજાડ વધી

    ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને સ્કૂલ રિક્ષાને સીધી કરવા પ્રયાસ કર્યો હતો. રિક્ષા પલટી જતાં બાળકને સામન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રખડતાં ઢોરોનો આતંક વધી રહ્યો છે. રખડતાં ઢોરોને અડફેટે અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યાં છે, ત્યારે હવે રખડતા ઢોર રિક્ષા જેવા વાહનો માટે પણ જોખમી સાબિત થઇ રહ્યા છે. હાઇકોર્ટ દ્વારા અનેક આકરી ઝાટકણી કાઢવા છતાં હજુ પણ રસ્તાઓ પર રખડતાં ઢોરોનો આતંક વર્તાઇ રહ્યો છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Rajkot News, Stray Cattle

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन