Home /News /rajkot /Video: ગોંડલમાં રખડતા ઢોરનો આતંક, આખલાએ વૃદ્ધનો જીવ લીધો

Video: ગોંડલમાં રખડતા ઢોરનો આતંક, આખલાએ વૃદ્ધનો જીવ લીધો

આખલાને કારણે વૃદ્ધે જીવ ગુમાવ્યો

Gondal Stray Cattle Menace: સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે વૃદ્ધ પોતાના ઘરની આસપાસ ફરી રહેલા એક આખલાને લાકડી વડે દૂર ખસેડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન આખલાએ તેમને હવામાં ફૂટબોલની જેમ ઉછાળ્યા હતા.

    રાજકોટ: રાજ્યભરમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. હવે ગોંડલ શહેરમાં રખડતા ઢોરને કારણે એક વૃદ્ધે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગોંડલમાં એક આખલાએ વૃદ્ધને અડફેટે લઈને હવામાં ઉછાળ્યા હતા. આ બનાવ ગોંડલના દરબાર ગઢ ખાતે બન્યો હતો. જોકે, આ બનાવ ત્રીજી સપ્ટેમ્બરના રોજ બન્યો હતો. આખલાએ અડફેટે લીધા બાદ વૃદ્ધને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું છે. આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે વૃદ્ધ પોતાના ઘરની આસપાસ ફરી રહેલા એક આખલાને લાકડી વડે દૂર ખસેડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન આખલાએ તેમને હવામાં ફૂટબોલની જેમ ઉછાળ્યા હતા.


    અઢી-ત્રણ લાખનો ખર્ચ છતાં વૃદ્ધનો જીવ ન બચાવી શકાયો


    આ અંગે મળતી વધુ માહિતી પ્રમાણે રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી જલારામ સોસાયટીમાં આવેલ મહાલક્ષ્મીનગર શેરી નંબર-1માં રહેતા અશિષભાઈ આરદેસણાના દાદા ગોપાલભાઈ આરદેસણાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ મામલે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવના લાઇવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

    એવી પણ માહિતી મળી છે કે ગોંડલના આ જ વિસ્તારમાં આખલાએ એક જ દિવસમાં ચાર જેટલા લોકોને અડફેટે લીધા હતા. વૃદ્ધને આખલાએ અડફેટે લીધા બાદ તેમને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. અહીં ખાનગી હોસ્પિટલમાં પરિવારે વૃદ્ધનો જીવ બચાવવા માટે અઢીથી ત્રણ લાખનો ખર્ચ કર્યો હતો. જોકે, વૃદ્ધનો જીવ બચી શક્યો ન હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટ અને ગોંડલ શહેરમાં રખડતા આખલાઓનો ત્રાસ અસહ્ય બની ગયો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Stray Cattle, ગોંડલ, રાજકોટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन